Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

પ્રથમ મહિલા સાંસદ બનવાનું ગૌરવ કલાબેન ડેલકરના શિરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
દાદરા નગર હવેલી માટે જ ડેલકર પરિવારનો જન્‍મ થયો હોય એવું વિધિ-વિધાન ઉપરથી ફલિત થઈ રહ્યું છે. દાદરા નગર હવેલીના પ્રથમ સાંસદ બનવાનું બહુમાન સ્‍વ. સનજીભાઈ ડેલકરને મળ્‍યું હતું. ત્‍યારબાદ તેમના પુત્ર મોહનભાઈ ડેલકર સાંસદ બન્‍યા હતા અને તેઓ 7 ટર્મના સાંસદ બનવા ભાગ્‍યશાળી રહ્યા હતા.
દાદરા નગર હવેલીમાં હારેલો ઉમેદવાર ક્‍યારેય પણ સાંસદ નહીં બની શકે એવી પ્રચલિત માન્‍યતા પણ મોહનભાઈ ડેલકરે 2019માં તોડી હતી. તે પહેલાં 2009 અને 2014માં મોહનભાઈ ડેલકરને પરાજયનો પણ સ્‍વાદ ચાખવા પડયો હતો.
હવે મોહનભાઈ ડેલકરના વિધવા શ્રીમતી કલાબેન ડેલકરે મેળવેલી ઐતિહાસિક જીત બાદ તેઓ પ્રથમ મહિલા સાંસદ બનવાની સાથે એક જ પરિવારના શ્વસૂર, પતિ અને પોતે પણ સાંસદ બન્‍યા હોય એવી અદ્‌ભૂત ઘટના આકાર પામી છે.

Related posts

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment