October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશનવસારી

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાંથી એક આઈએએસ અધિકારી અને ચાર દાનિક્‍સ અધિકારીઓની બદલી અને તેની સામે બે આઈએએસ અને પાંચ દાનિક્‍સ અધિકારીઓની ગૃહ મંત્રાલયે કરેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં ફરજ બજાવી રહેલા દાનિક્‍સ અધિકારી શ્રી વૈભવ રિખારી અને શ્રી હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબાર બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે જારી કર્યો છે.
હાલમાં શ્રી વૈભવ રિખારી દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી તરીકે કાર્યરત છે અને શ્રી હરમિન્‍દર સિંઘ દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ગૃહ મંત્રાલયે જારી કરેલા બદલીના આદેશમાં દાનિક્‍સ અધિકારીઓમાં લક્ષદ્વીપથી શ્રીઓ.પી.મિશ્રા, શ્રી લેખરાજ, શ્રી ભીખારામ મીણા અને શ્રી પ્રદિપ કુમારની જીએનસીટીડીમાં બદલી કરવામાં આવી છે. જ્‍યારે લક્ષદ્વીપ ખાતે ફરજ બજાવતા 2007 બેચના આઈએએસ અધિકારી શ્રી વિજેન્‍દ્રસિંઘ રાજાવતની પણ જીએનસીટીડીમાં બદલી કરાઈ છે. જ્‍યારે પુડ્ડુચેરીથી 2015 બેચના આઈએએસ અધિકારી શ્રી વિક્રમનાથ રાજાએની લક્ષદ્વીપ તથા ગોવા ખાતે ફરજ બજાવી રહેલા 2015 બેચના આઈએએસ અધિકારી શ્રી શશાંક મણી ત્રિપાઠીની ગોવાથી લક્ષદ્વીપ બદલી કરાઈ છે.
જીએનસીટીડીથી લક્ષદ્વીપ જનારા આઈએએસ અધિકારીઓમાં 2001 બેચના શ્રી શ્રાવણ બગારીયા, 2001 બેચના શ્રી શૈલેન્‍દ્રસિંઘ પરિહાર, 2007 બેચના શ્રી તન્‍વીર અહેમદ અને 2010 બેચના શ્રી શિંઘારે રામચંદ્ર મહાદેવનો સમાવેશ થાય છે.

Related posts

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

Leave a Comment