October 14, 2025
Vartman Pravah
દમણ

દમણ દરિયા કિનારે સેંકડો છઠવ્રતિઓએ અસ્‍ત થતાં સૂર્યને અર્ધ્‍ય અર્પણ કર્યુ

છઠ મૈયાના ગીતોથી ભક્‍તિમય બનેલું વાતાવરણ : આવતીકાલે ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને છઠ વ્રતનું સમાપન થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દમણમાં સ્‍થાયી થયેલા યુપી, બિહાર સહિત અન્‍ય ઉત્તરભારતીયોઓએ આજે છઠ પૂજાના અવસરે અસ્‍ત થતા સૂર્યને જળ અર્પણ કરી લોક મંગલની પ્રાર્થના કરી હતી.
બપોરનાસમયે છઠ્ઠ માતાના ગીતો ગાતા સેંકડોની સંખ્‍યામાં છઠ્ઠવ્રતિઓ નદીઅને દરિયા કિનારે જતા જોવા મળ્‍યા હતા. ઉપવાસીઓની સાથે સાથે પુરૂષોની ભીડ પણ પૂજા સામગ્રી સાથે ઉમટી પડી હતી. નદીના કિનારે પહોંચ્‍યા પછી, ભક્‍તોએ ઘાટ પર શેરડી, નારિયેળ, ફળો અને અન્‍ય પૂજા સામગ્રી રાખી હતી. જ્‍યારે સૂર્ય ભગવાન અસ્‍ત થવા આવ્‍યા, ત્‍યારે ઉપવાસ કરતીસ્ત્રીઓએ પૂજા સામગ્રી સાથે વિધિવત પૂજા કરી હતી અને સૂર્યને અર્ઘ્‍ય અર્પણ કર્યું હતું. છઠ મૈયાના ગીતો થી સમગ્ર વાતાવરણ છઠમય બની જવા પામ્‍યું હતું. ત્‍યારબાદ ઉપવાસ કરતી મહિલાઓ બાકીની પૂજા વિધિ માટે ઘરે રવાના થઈ હતી.
આ અવસરે ઉત્તર ભારતીય સાંસ્‍કળતિક સેવા સમિતિ, બિહાર મિત્ર મંડળ, તૈલિક સાહુ રાઠોડ મહાસભા દ્વારા છઠ પૂજાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેમાં ભાજપ દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમની સાથે ઉત્તર ભારતીય સાંસ્‍કળતિક સેવા સમિતિના પ્રમુખ અને દમણ નગર પાલિકાના ઉપપ્રમુખ શ્રી બળવંત યાદવ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી ચંદ્રગિરી ઈશ્વર, શ્રી વિનય પટેલ, બિહાર મિત્ર મંડળના પ્રમુખ શ્રી રામકુમાર, ઉપ પ્રમુખ શ્રી હરિ કિશોર ઉપસ્‍થિત રહ્યા હતા. સેક્રેટરી શ્રી શિવકુમાર સિંહ, સભ્‍ય શ્રી રંજનકુમાર શાહ, શ્રી ધીરજભાઈ પટેલ, શ્રી રામ વિલાસ શાહ, શ્રી વેચન મિશ્રા, શ્રી અવધેશ પંડિત, રેવતીઝા, શ્રી ઉમેશભાઈ શાહ, શ્રી સંજયભાઈ સાહુ અને તૈલીય સમાજના શ્રી અખિલેશ મિશ્રા ઉપસ્‍થિત રહ્યા હતા.
આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્‍ય જળ અર્પણ કર્યા બાદ ગઈકાલે ઉપવાસીઓએ ઠકુઆ પ્રસાદ ખાઈને ઉપવાસ કર્યા હતા. આ સાથે જ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા છઠ વ્રતનો પણ અંત આવશે.
નાની દમણ જેટી પાસેના દરિયા કિનારે, છત્રવ્રતીઓ પરંપરાગત રીતે આજે અસ્‍થાચલગામી સૂર્યદેવને અર્ઘ્‍ય અર્પણ વિધિવત, શ્રદ્ધાથી પૂજા-અર્ચના કરી લોકમંગલની પ્રાર્થના કરી હતી.

Related posts

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment