September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ આર.આર.કેબલના ત્રણ પ્‍લાન્‍ટમાં ઈન્‍કમ ટેક્‍સ(આઈ.ટી.) વિભાગે આજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત અને દાદરા નગર હવેલીમાં ફરીવાર ઈન્‍કમ ટેક્‍સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં આર.આર.કેબલ ગ્રુપના દરેક પ્‍લાન્‍ટ અને ઓફિસોમાં આઇ.ટી.ના અધિકારીઓએ ગુજરાત પોલીસની ટીમ સાથે વહેલી સવારથી જ ધામા નાખ્‍યા હતા અને મુંબઈ સહિત અમદાવાદ, વડોદરા, સુરત અને સેલવાસમાં લગભગ 40થી વધુ સ્‍થળે સર્ચ ઓપરેશન કર્યું હતું.
આઇ.ટી. વિભાગના અધિકારીઓએ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં રખોલી ગામમાં બે પ્‍લાન્‍ટ અને દાદરામાં એક પ્‍લાન્‍ટમાં ગુજરાત પોલીસની ટીમ સાથે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન કંપનીના દસ્‍તાવેજ, કોમ્‍પ્‍યુટર અને હાર્ડડિસ્‍કની તપાસ કરી હતી. તેમજ તમામ કર્મચારીઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્‍યા હતા. સાથે ગ્રુપના ચેરમેનને ત્‍યાં પણ તપાસ થઈ રહી છે અને ડિરેક્‍ટરો તેમજ ડિસ્‍ટ્રીબ્‍યુટરોને ત્‍યાં તપાસ હાથ ધરાઈહોવાની માહિતી મળી છે. જેમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્‍યતા જોવાઈ રહી છે. આઇ.ટી. વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી એક સાથે 40થી વધુ જગ્‍યાઓ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં પ્રદેશના અન્‍ય એકમોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

Related posts

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

vartmanpravah

Leave a Comment