October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

  • ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય મુકેશભાઈ ધોડી તેમની પત્‍ની અને અન્‍ય એકના કરૂણ મોતઃ પંથકમાં ગમગીની છવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
નેશનલ હાઈવે ભિલાડ ફાટકપાસે આજે શુક્રવારે સવારે વાપી તરફથી આવતા ટેમ્‍પો અને કન્‍ટેનર તથા અન્‍ય એક વાહન મળી ત્રણ વાહનો ધડાકાભેર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ ધોડી તેમની પત્‍ની અને અન્‍ય એક મળી ત્રણના ગોઝારા અકસ્‍માતમાં મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય ચાર ઘાયલ થયા હતા. અકસ્‍માતની વાત વાયુ વેગે ઉમરગામ વિસ્‍તારમાં ફરી વળતા ઠેર ઠેર ગમગીની સાથે અરેરાટી પથરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામ કનાડુ ગામે રહેતા ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ ધોડી, તેમની પત્‍ની અને અન્‍યો સાથે ટેમ્‍પોમાં આજે પરોઢે વાપી તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન ભિલાડ ફાટક પાસે પુર ઝડપે આવી રહેલ કન્‍ટેનરે ટેમ્‍પા સાથે જોરદાર ટક્કર મારતા ટેમ્‍પો ડિવાઈડર કુદીને ફંગોળાઈ જતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ, તેમની પત્‍ની સહિત અન્‍ય એક મળી ત્રણના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય ચાર ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્‍માત સર્જીને કન્‍ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. કન્‍ટેનર અન્‍ય એક વાહનને પણ ભટકાયું હતું.
અકસ્‍માતની જાણ થતા ભિલાડ પોલીસનો કાફલો ઘટના સ્‍થળે ધસી જઈને મામલો સંભાળી લીધો હતો. મુકેશભાઈ ધોડી રાજકીય અગ્રણી હોવાથી સમગ્ર પંથકમાં અકસ્‍માતની જાણ થતાગમગીનીનું વાતાવરણ છવાઈ જવા પામ્‍યું હતું. વ્‍યવસાયે તેવો ઓરેકેસ્‍ટ્રા ચલાવતા હોવાતી તેમનો વિશાળ જનસંપર્ક પણ ઉમરગામ વિસ્‍તારમાં હતો.

Related posts

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર ચૂંટણી ઉપલક્ષમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી

vartmanpravah

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

પારડી નગર પાલિકા કર્મચારીના ઘરે સતત વરસાદને લઈ તોતિંગ વૃક્ષ ધરાશયી

vartmanpravah

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

Leave a Comment