લોકોને દુર દુરથી મામલતદાર કચેરીએ ફોર્મ લેવા આવવા પડતું હોવાથી કેમ્પનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દાદરા નગર હવેલી જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ અનુસાર પ્રદેશના વિવિધ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને સ્કોલરશિપ મેળવવા માટે આવકના દાખલાની જરૂર પડે છે. આ દાખલો મેળવવા માટેના ફોર્મનો સ્વીકારવા કરવા અને ફોર્મના વિતરણ માટે મામલતદર કચેરી દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેમ્પનું આયોજન કરવા અંગેની જાણકારી અગાઉથીશાળાના આચાર્યને આપવામાં આવી છે. ઉપરાંત આવકના ફોર્મ સાથે બીજા બીજા કયા કયા દસ્તાવેજો લાવવા છે તે અંગેની પણ જાણકારી આપવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય પાસેથી ફોર્મ મેળવી શકે છે.
આ કેમ્પ તા.16/11/2021ના દિવસે ટોકરખાડા મોડલ ઈગ્લિશ સ્કૂલ-સેલવાસ, નરોલી હાઈસ્કૂલ, સેલવાસ-ભિલાડ રોડ, દાદરા હાઈસ્કૂલ, દેમણી રોડ, રાંધા હાઈસ્કૂલ અને રખોલી હાઈસ્કૂલ, જ્યારે તા.17/11/2021ના રોજ ખરડપાડા હાઈસ્કૂલ, સ્કુલ ફળિયા અને ગલોંડા હાઈસ્કૂલ ખાતે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ આવકના દાખલા લોકોએ દુર દુરથી મામલતદાર કચેરીએ આવવું પડતુ હોવાથી લોકોની સુવિધા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાનો લાભ લેવા લોકોને નિવેદન કરવામાં આવ્યું છે.અત્રે ધ્યાનમાં રહે કે બપોરે 1.00 વાગ્યા સુધી જ આવકના દાખલા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.