(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ માં શારીરિક પ્રશિક્ષક ડૉ.પ્રફુલ પટેલ નાં નેજા હેઠળ BBA, B.COM, B.SC, BCA, M.COM અને M.SC વિભાગ માં વિવિધ પ્રકારના રમતો દ્વારા રમતોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ પોતાની આગવી ઓળખ ઉભી કરી વાર્ષિક રમતોત્સવ ની ઉજવણી કરી હતી. જેમાં દોરડા ખેંચ માં પ્રથમ ક્રમે SYBCOM અંગ્રેજી માધ્યમની છોકરીઓનું ગ્રુપ તેમજ TYBBA છોકરાઓનું ગ્રુપ અને બીજા ક્રમે TYBCOM ગુજરાતી માધ્યમની છોકરીઓનું ગ્રુપ તેમજ TYBCA છોકરાઓનું ગ્રુપ વિજેતા બન્યા હતાં. જયારે રીલે રાઉન્ડ દોડ માં પ્રથમ ક્રમે FYBCOM અંગ્રેજી માધ્યમની છોકરીઓનું ગ્રુપ તેમજ MSC PART 2 છોકરાઓનું ગ્રુપ અને બીજા ક્રમે SYBCA ની છોકરીઓનું ગ્રુપ તેમજ TYBCA છોકરાઓનું ગ્રુપ વિજેતા બન્યા હતાં. ક્રિકેટ રમતમાં કૉલેજના અધ્યાપકો સહિત કુલ 34 ટીમે ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે SYBBA ટીમ અને બીજાં ક્રમે કૉલેજના અધ્યાપકોની ટીમ વિજેતા બન્યા હતાં. આમ દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની કળા કૌશલ્ય વિકસાવી આગવું સ્થાન ધરાવી પોતાની આવડતને પ્રદર્શિત કરી સારો એવો દેખાવ કરી વાર્ષિક રમતોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ, ઈનચાર્જ આચાર્ય ડૉ . શીતલ ગાંધી અને સુરભી ચૌધરીએ શુભેચ્છાઓ પાઠવી હતી તથા કોલેજ કેમ્પસનાં દરેક વિભાગના અધ્યાપકોએ આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતા.