August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

ધોરણ 10 અને ધોરણ 12 પછી શું?: યુપીએસસીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ., આઈ.પી.એસ. કે આઈ.એફ.એસ. અધિકારી બનવા શું કરવું..? તેની અપાનારી વિસ્‍તૃતમાહિતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ પણ ઉપસ્‍થિત રહેવાના હોવાની જાણકારી દમણવાડા પંચાયત દ્વારા આપવામાં આવી છે.
આવતી કાલે સવારે 9:30 કલાકે મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આવેલ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે આયોજીત કારકિર્દી માર્ગદર્શનમાં મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ શ્રી વ્રજ પટેલ દ્વારા ધોરણ 10 અને 12 પછી શું?, યુપીએસસીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ જેવી કે સિવિલ સર્વિસની આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. જેવા અધિકારીઓ બનાવતી પરીક્ષાની તૈયારીમાં લેવાનારી કાળજી, મહત્ત્વ અને જરૂરી દિશા-નિર્દેશો પણ આપશે.
આ કારકિર્દી માર્ગદર્શન શિબિરને સફળ બનાવવા માટે દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાના નેતૃત્‍વમાં જે.ઈ. શ્રી વિપુલ રાઠોડ, એકાઉન્‍ટન્‍ટ શ્રી રોહિત ગોહિલ, શ્રી સુલેખ દમણિયા, શ્રી રાહુલ ધોડી સહિતના આગેવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

દમણ જિલ્લા સ્‍તરીય આયોજીત ર્સ્‍ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળા નાની દમણના વિદ્યાર્થીએ ‘બોક્‍સિંગ’માં પ્રથમ અને આર્ચરીમાં મેળવેલો બીજો ક્રમ

vartmanpravah

સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્‍ચે અકસ્‍માતઃ એકનું ઘટના સ્‍થળે જ મોત, એક ઘાયલ

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

Leave a Comment