September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

  • વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે કડાકાભડાકા સાથે વરસાદ શરુ થઇ ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમા બપોરે બે વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાન 34એમએમ વરસાદ પડયો હતો.
ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના ડાંગરનો કપાયેલો પાક સાથે કઠોળનો પાક પણ ખેતરમા જ ઉભો છે તેવા સમયે બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્‍યાપક નુકસાન થયુ છે. ખેડૂતો તાડપત્રી ઢાકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્‍યુના રોગમાં પણ વધારો થવાની સંભાવના છે.

Related posts

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

vartmanpravah

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

vartmanpravah

Leave a Comment