August 31, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

  • દમણ-દીવના નાગરિકોને ‘પ્રશાસન આપ કે દ્વાર’ની તર્જ ઉપર ‘પોર્ટૂગલ આપ કે દ્વાર’નો થતો અનુભવ

  • 21મી નવેમ્‍બરથી ર8મી નવેમ્‍બર સુધી કોસ્‍યુલેટ દ્વારા પોર્ટુગલ સીટીજન કાર્ડ રિન્‍યુઅલ, પોર્ટુગલ પાસપોર્ટ રિન્‍યુઅલની સાથે સાથે કાર્ડ અને પાસપોર્ટ કલેક્‍શનનું કાર્ય થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
દીવમાં પોર્ટુગલ એજેન્‍સીએ સાત દિવસીય કેમ્‍પનું આયોજન કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અગામી તા. ર1ની નવેમ્‍બરથી ર8મી નવેમ્‍બર સુધી ગોવા સ્‍થિત પોર્ટુગલ એજેન્‍સી દ્વારા સાત દિવસનું મેગા કેમ્‍પ દીવમાં યોજાનાર છે. આ કેમ્‍પમાં પોર્ટુગલ સીટીજન કાર્ડ રિન્‍યુઅલ, પોર્ટુગલ પાસપોર્ટ રિન્‍યુઅલની સાથે સાથે કાર્ડ અને પાસપોર્ટ કલેક્‍શનનું કામ પણથશે. સાથે સાથે પ્રોવિજનલ પાસપોર્ટ માટેની અરજી પણ આ કેમ્‍પમાં આપવામાં આવશે
અત્રે યાદ રહે કે, પોર્ટુગલ એજેન્‍સી દીવ અને દમણમાં સમય સમય પર જ્‍યાં પોર્ટુગલ સમયના મૂળ રહેવાસીઓ માટે પોર્ટુગલ સિટીજનશીપ અને પોર્ટુગલ પાસપોર્ટ માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં દમણ-દીવના નાગરિકોને ‘પ્રશાસન આપ કે દ્વાર’ની તર્જ ઉપર ‘પોર્ટૂગલ આપ કે દ્વાર’નો અનુભવ થાય છે.

Related posts

દીવના લોકોને નતમસ્‍તક વંદન કરતા ઉમેશભાઈ પટેલઃ પરિણામ બાદ પહેલી વખત દીવ પધારતા નવનિયુક્‍ત સાંસદનું કરાયું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment