December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

નોટીફાઈડ બોર્ડ મેમ્‍બર હેમંત પટેલએ મિટિંગ પહેલાં જ મેઈલ કરી છ જેટલા મુદ્દા રજૂ કર્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નોટીફાઈડ બોર્ડની આજે ગુરૂવારે નોટીફાઈડ ઓફિસમાં બપોરે 3:00 કલાકે યોજાઈ હતી. નોટીફાઈડ બોર્ડ મિટિંગમાં જીઆઈડીસી અધિકારી નોટીફાઈડ બોર્ડ ચેરમેન અને મેમ્‍બર ઉપસ્‍થિત રહ્યા હતા.
નોટીફાઈડ બોર્ડ મિટિંગ પહેલાં જ બોર્ડના સભ્‍ય અને વાપી નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલએ 6 જેટલા મુદ્દા અંગે મેઈલ કર્યો હતો. આ તમામ મુદ્દા પૈકી સૌથી મહત્ત્વનો મુદ્દો એ ગાજ્‍યો હતો કે ટ્રાન્‍સપોર્ટનગર માટે ફાલવેલ જમીન હેતુફેર કરીને મીત્‍સુ કંપનીને વેચાણ કેમ થઈ ગઈ? બીજુ ખાસ કંપની ઉપરનો નોટીફાઈડ ટેક્ષ 35 કરોડનો હતો તેમાં 4.96 કરોડનું સેટલમેન્‍ટ કેવી રીતે કર્યું. આ મુદ્દાનો જવાબ આપવા માટે જીઆઈડીસીના અધિકારીઓ ગેગે ફેફે થઈ ગયેલા ઉપલી કચેરીનો નિર્ણય હોવાનું જણાવી મુદ્દાને ડાયવર્ટ કરાયો હતો. બીજા ખાસ મુદ્દામાં ચાઈનીસ ગલીના દબાણો કેમ હટાવાતા નથી તેમજ હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડ ડબલ કરવાની કામગીરી પુરી કરીદીધી છે તો જ્‍યાંથી નોટીફાઈડની હદ શરૂ થાય છે છરવાડા રોડથી ચાર રસ્‍તા સુધીનો સર્વિસ રોડ પહોળો કરવાની યોજના છે. કેમ તેવા પબ્‍લિક ઈસ્‍યુ આજે બોર્ડની મિટિંગમાં ગાજ્‍યા હતા. મિટિંગમાં ચેરમેન સતિષ પટેલ, બોર્ડ ડિરેક્‍ટર હેમંત પટેલ, ચૈતન્‍ય ભટ્ટ તથા જીઆઈડીસીના સી.ઓ. સગલ, ડી.એમ. મનીષાબેન, આર.એમ. પંકજ આચાર્ય વિગેરે અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

પ્રધાનમંત્રી-રાષ્‍ટ્રપતિના નિવાસસ્‍થાન સુધી પહોંચેલી દાનહની વારલી પેઈન્‍ટિંગ

vartmanpravah

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

Leave a Comment