September 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18
સરીગામ, ઉમરગામ તાલુકાના પળગામ ખાતેથી વલસાડ એલસીબીની ટીમને રૂા.270000ની કિંમતના કેમિકલના જથ્‍થા ભરેલા 30 ડ્રમ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને પળગામ ચિરાખાડી નજીક રહેતા કળષિલ અમળત રાઠોડના ઘરના આંગણામાંથી ખુલ્લેઆમ પડેલા 200 લિટરના કેમિકલ ભરેલા 30ડ્રમ ઝડપી પાડયા હતા.
ઘટના સ્‍થળે એલસીબીની ટીમે પૂછપરછ કરતા આરોપીઓ કેમિકલના જથ્‍થાનુ બિલ અને ચલણ રજૂ કરવામાં નિષ્‍ફળ જતા આ ઘટના સાથે સંકળાયેલા બે આરોપી કળષીલ અમળત રાઠોડ ઉંમર વર્ષ 21 રહે પળગામ ચિરાખાડી અનેનવીન મગન પવાર ઉંમર 27 રહે ઉમરગામ ડમરુવાડી બંનેને સંકાજા કરી પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ આ કેમિકલનો જથ્‍થો એમના મિત્ર પ્રતિક પટેલ રહે બોઈસર પાસેથી વેચવા માટે મેળવ્‍યો હોવાનું કબૂલાત કરી હતી.
કેમિકલનો જથ્‍થો ભરેલા 30 ડેમોમાંથી 14 ડ્રમોમાં લાલચ પડતું કેમિકલ પ્રવાહી અને 16 ડેમોમાં સફેદ કલરનું કેમિકલ પ્રવાહી તીવ્ર વાસવાળું હોવાનું જણાઈ રહ્યું છે. તેમજ આ ડ્રમો પર માર્કરપેનથી ડીટીબીપી અને ટીબીએચપી વોટર લખેલું છે.
સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા ડ્રમોમાંથી નમૂના એકત્રિત કરી ફોરેન્‍સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્‍યા છે.

Related posts

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

Leave a Comment