January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૦૪ જુલાઈ, ૨૦૨૪ને રવિવારના રોજ સવારના ૬=૦૦ કલાક પુરા થતાં છેલ્લા ૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, નવસારી તાલુકામાં ૭૩ મીમી, જલાલપોર ૪૯ મીમી, ગણદેવી ૧૦૦ મીમી, ચિખલી ૧૦૬ મીમી, વાંસદા ૧૮૪ મીમી, ખેરગામ ૧૩૧ મીમી મળી નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૧૦૭ મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો, નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં ૧૮૭૭ મીમી નોંધાયો છે, જ્યારે વાંસદા તાલુકામાં સૌથી ઓછો ૧૩૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોર તાલુકામાં ૧૫૯૮ મીમી, ગણદેવી તાલુકામાં ૧૩૯૭ મીમી, ચીખલી તાલુકામાં ૧૫૦૪ મીમી, અને ખેરગામ તાલુકામાં ૧૮૭૭ મીમી મળી આ ચાલુ વર્ષે જિલ્લામાં કુલ-૧૫૮૬ મીમી વરસાદ નોંધાયો છે.
નદીઓની જળ સ્તર ઉપર નજર કરીએ તો, તા.૦૪/૦૮/૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યાના આંક અનુસાર અંબિકા નદી ૨૪.૬૦ ફુટ, પૂર્ણા ૧૮ ફુટ, કાવેરી ૧૫ ફુટની સપાટી નોંધાઇ છે. જુજ ડેમ ૧૬૭.૯૦ ફુટ અને કેલિયા ડેમ ૧૧૩.૭૦ ફુટથી ઓવર ફ્લો થઇ રહ્યો છે.

Related posts

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરે કરેલી દાવેદારી

vartmanpravah

ગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈ

vartmanpravah

Leave a Comment