Vartman Pravah
દીવ

કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ રાજ્‍યમંત્રી રામદાસ આઠવલે દીવની મુલાકાતે

રાજ્‍યમંત્રીએ પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સરકારની વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21
કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ રાજ્‍યમંત્રી શ્રી રામદાસ આઠવલેએ દીવની મુલાકાત લીધી હતી. દીવ ખાતે કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ રાજ્‍યમંત્રી શ્રી રામદાસ આઠવલેના આગમન બાદ તેમણે દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાય, પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર તથા અધિકારીઓ સાથે દીવની રહેણીકરણી અને દીવના વિકાસ અંગે ચર્ચા કરી હતી. આ સાથે પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યુ હતું.
પત્રકાર પરિષદ દરમિયાન કેન્‍દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ પર્લામેન્‍ટમાં ત્રણ વાર જીત હાંસિલ કરેલી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે દીવના વિકાસને લઈને 200 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હોવાનું જણાવ્‍યું હતું. દીવ અંગે વિસ્‍તળત માહિતી આપતા દીવવાસીઓમાં જોવા મળતી ભાઈચારા અંગેની પ્રશંસા કરી હતી. દીવમાં એટ્રોસિટિના કેસનું પ્રમાણ ખૂબજ ઓછું હોવાથી તેમણે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. દીવમાં મળતી સ્‍કોલરશીપ અંગે માહિતી આપતા બેરોજગાર માટે મળતીલોનનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. તેમણે ઈન્‍ટરકાસ્‍ટ મેરેજ માટે જણાવાયું હતું કે, ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની મંત્રાલય યોજના મુજબ ઈન્‍ટરકાસ્‍ટ મેરેજ માટે અઢી લાખ આપવાની યોજના અમલમાં લાવવાની હતી. જેનો મુખ્‍ય ઉદ્દેશ જાતિય ભેદભાવ પૂર્ણ કરવાનો હતો. તેમણે પ્રધાનમંત્રી તથા ભારત સરકારની જનધન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્‍માન ભારત યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના જેવી અનેક યોજનાઓનો લાભ દેશભરમાં કેટલા લોકોને અને કેટલું ફંડ ફાળવવામાં આવ્‍યું હતું તે બાબતે વિસ્‍તળત માહિતી આપી હતી.
શ્રી રામદાસ આઠવલેએ ભારત સરકાર દ્વારા દરેક યોજના ઘરે ઘરે પહોંચે તેવો આગ્રહ કરવામાં આવ્‍યો, હતો. મોદી સરકારે 2014થી લઈ ખૂબજ વિકાસીય કાર્યો કર્યા છે. આ યોજનાઓ દરેક જાતિઓ માટે છે, મોદી સરકારની પ્રસંશા કરતા જણાવ્‍યું હતું કે, આ સરકાર દેશનો સતત વિકાસ કરી આગળ લઈ જશે, મોદી સરકાર ‘સબ કે લીયે હૈ’નું જણાવી પત્રકાર પરિષદ પૂર્ણ કરી હતી.
આ અવસરે દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાય અને પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે

vartmanpravah

Leave a Comment