Vartman Pravah
સેલવાસ

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ2021માં સેલવાસ શહેર 84 રેન્‍ક પરથી 66માં રેન્‍ક પર

202રમાં પણ સેલવાસ શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવી રાખવા માટે સાથ આપવા શહેરવાસીઓને કરાયેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સેલવાસ પાલિકાના પ્રમુખના નેતળત્‍વમાં અને સેલવાસ વિસ્‍તારના દરેક નાગરિકોના સાથ અને સહયોગથી સેલવાસ શહેરને સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2021મા 66મોં રેન્‍ક પ્રાપ્ત થયો છે.ગત વર્ષે આ રેન્‍ક 84મો હતો.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામા આવેલ સ્‍વચ્‍છ ભારત અભિયાન મુજબ સેલવાસ શહેરને સ્‍વચ્‍છ સુંદર અને સ્‍વાસ્‍થ્‍ય પૂર્ણ બનાવવા માટે પાલિકા દ્વારા વિવિધ ઉપક્રમ શરુ કરવામા આવ્‍યા હતા. જેના ફળ સ્‍વરૂપ સેલવાસ પાલિકાને રેન્‍કમાં ઘણો સુધારો થયો છે.
સેલવાસ પાલિકા આ વર્ષે પણ સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022મા ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં ગાર્બેજ ફ્રી સીટી માટે ભાગ લઇ રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ પાલિકાને સહયોગ કરે અને સેલવાસ શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામાં સાથ આપવા શહેરના લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના હસ્‍તે ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન કરાયું

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

Leave a Comment