October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દોષિતોને કડકમાં કડક સજાની માંગણી સાથે દમણ-સેલવાસમાં અનુ.જાતિ સમુદાયે વિશાળ રેલી યોજી દુષ્‍કર્મની ઘટનાને વખોડી

સેલવાસમાં આયોજીત રેલીને મામલતદાર દ્વારા અટકાવવા કરાયેલી કોશિષ પરંતુ ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની સમયસરની દરમિયાનગીરીથી કલેક્‍ટરાલય સુધી જવા રેલીને અપાયેલી સહમતિ

અનુ.જાતિ સમુદાયે પ્રદેશ પ્રશાસનની અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલેસમયસર લીધેલા ચાંપતા પગલાંની કરેલી પ્રશંસાઃ ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દોષિતોને ઝડપી સજા અપાવવા બુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના સામરવરણી ખાતે આવેલ ઈન્‍સ્‍ટિીટયૂટ ઓફ અવર લેડી ઓફ હોપ સ્‍કૂલના સંચાલક અને શિક્ષક દ્વારા એક અનુ.જાતિની સગીર વિદ્યાર્થીની સાથે કરાયેલા દુષ્‍કર્મના વિરોધમાં આજે દમણ અને સેલવાસ ખાતે રેલી યોજી અનુ.જાતિ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આજે દમણ ખાતે ફૂટબોલ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી શાંતિ રેલી યોજવામાં આવી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ફાસ્‍ટ ટ્રેકમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થાય તેવી વ્‍યવસ્‍થા કરવા જિલ્લા કલેક્‍ટર મારફત પ્રદેશના પ્રશાસકશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે લાયન્‍સ સ્‍કૂલની સામેથી અનુ.જાતિ સમુદાયની વિશાળ રેલી નિકળી હતી. જેમાં મહિલાઓ પણ ખુબ મોટી સંખ્‍યામાં જોડાઈ હતી. આ નરપિશાચી કૃત્‍ય કરનાર શાળાના સંચાલક અને શિક્ષકને મૃત્‍યુ દંડ જેવી સજા ફરમાવી સમાજમાં દાખલો બેસાડવા માંગણી કરવામાં આવી હતી.
રેલી ખુબ જ શાંતિપૂર્ણ અને અનુશાસનમાં નિકળી હતી. પરંતુ સેલવાસના મામલતદાર શ્રી ટી.એસ.શર્માએ વચ્‍ચે અટકાવી રેલીનેઆગળ ધપતી રોકી હતી. પરંતુ સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે સ્‍થળ ઉપર પહોંચી કમાન સંભાળી લીધી હતી અને શાંતિપૂર્ણ રીતે રેલીને કલેક્‍ટરાલય સુધી આવવા સહમતિ આપી હતી.
આયોજકો દ્વારા રેલી આયોજનના સંદર્ભમાં સત્તાધિશોને જાણકારી આપવામાં આવી હતી. પરંતુ કોઈક શરતચૂકથી રેલીના આયોજનના સંદર્ભમાં તંત્ર ગફલતમાં રહ્યું હતું.
કલેક્‍ટરાલયમાં જિલ્લા કલેક્‍ટરની અનઉપસ્‍થિતિમાં ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આવેદનપત્ર સ્‍વીકાર્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દોષિતો સામે લેવામાં આવેલા પગલાંથી સમગ્ર અનુ.જાતિ સમુદાયે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સૂચનાથી શાળાને બંધ કરવા લેવાયેલા નિર્ણયનું પણ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
અનુ.જાતિ સમુદાયે આ પ્રકારની પ્રદેશમાં ચાલતી વિવિધ ખાનગી શાળાઓમાં મોનિટરિંગ કરવાની સાથે વિદ્યાર્થીઓનું સમયાંતરે કાઉન્‍સેલિંગ કરાવવા પણ માંગણી કરી હતી. જેના કારણે શાળામાં ચાલતી દુષ્‍પ્રવૃત્તિની જાણકારી સમયસર મળી શકે અને વિદ્યાર્થીઓ પોતાના ઉપર થતા શોષણની માહિતી આપી શકે. પ્રદેશની કેટલીક શાળાઓમાં થતી ધર્માંતરણની પ્રવૃત્તિ સામે પણ પ્રશાસન દ્વારા યોગ્‍ય વોચ ગોઠવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

Related posts

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment