Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નજીક અંબાચ ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી :રાચ-રચિલું-ઘરસામાન બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપી નજીક આવેલ અંબાચ ગામે આજે સોમવારે બપોરે એક કાચા મકાનમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનામાં ઘર-સમાન, રાચ રચિલું બળીને ખાક થઈ જવા પામ્‍યું હતું.
વાપી નજીક આવેલ અંબાચ ગામે વાઘસર ફળીયામાં રહેતા શ્રી અશોકભાઈ બાજીભાઈના મકાનમાં બપોરે અચાનક આગ લાગી હતી. મકાનમાંથી ધુવાળા આવતા પડોશીઓ ભેગા થઈ ગયા હતા.
વાપી નોટિફાઇડ ફાયર બ્રિગેડને તુરંત જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં ઘરનો સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનામાં અન્‍ય કોઈ જાન હાની થઈ નહોતી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળેલ છે પણ એક ગરીબ પરિવારનો આશિયાનો આગની ઘટનામાં બળી જવા પામ્‍યો હતો.

Related posts

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા આયોજિત માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022 યોજાઈ

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

Leave a Comment