-
પ્રદેશ ભાજપે સરપંચ પદ માટે શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવારની દાવેદારી કરાવી મહિલા સશક્તિકરણની દિશામાં કરેલી આવકારદાયક પહેલ
-
દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં હવે 14 પૈકી 9 મહિલા સરપંચોનું પ્રતિનિધિત્વ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચની યોજાઈ રહેલી પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર શ્રીમતી ઉર્વશીબેન પટેલની એક માત્ર દાવેદારી થતાં તેમનોબિન હરિફ વિજય નિશ્ચિત બન્યો છે. આવતી કાલે ઉમેદવારી પત્રકની ચકાસણી બાદ સોમવારે સત્તાવાર રીતે પ્રશાસન દ્વારા શ્રીમતી ઉર્વશીબેન પટેલને વિજેતા ઘોષિત કરાશે.
અત્રે યાદ રહે કે, આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશ પટેલે રાજીનામું આપતાં ખાલી પડેલી આ બેઠક માટે પ્રદેશ ભાજપે એક શિક્ષિત અને નવયુવાન મહિલાને દાવેદારી કરાવી મહિલા સશક્તિકરણની દિશામાં એક આવકારદાયક પહેલ કરી છે. હવે દમણ જિલ્લાની 14 ગ્રામ પંચાયતો પૈકી 9(નવ)માં મહિલા સરપંચો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.