April 20, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ ‘1098′ દીવ દ્વારા એસ.પી. કચેરી ખાતે ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22
જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ‘1098′ દીવ દ્વારા ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી અન્‍વયે બાળકોને તેમના અધિકાર મળી રહે અને તેઓના અધિકારોનું હનન થતા અટકે તે માટ ‘બાળ મિત્ર’ બની ચાઈલ્‍ડલાઈન ટીમ દીવ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી અનુજ શર્મા સાથે બાળકો તેમજ ટીમ દ્વારા દોસ્‍તી સપ્તાહ ઉજવવામાં આવ્‍યો, જે અંતર્ગત બાળકો દ્વારા પોલીસ અધિક્ષક શ્રી અનુજ શર્માને ફ્રેન્‍ડશીપ બેલ્‍ટ બાંધી, પુષ્‍પગુચ્‍છ અપાવી બાળકોના અધિકારો અપાવવા માટે લોક જાગળતિ લાવવા માટે તથા લોકોને બાળ અધિકારો અને રક્ષણ માટે લોકજાગળતિ આવે અને લોકો ચાઈલ્‍ડલાઈન સાથે જોડાઈ બાળકો માટે સ્‍વૈચ્‍છિક રીતે ‘ બાળ મિત્ર’ બની મુશ્‍કેલીમાં મુકાયેલ બાળકો,ખોવાયેલ બાળકો, મળી આવેલ બાળકો તેમજ એવા બાળકો જેને કાળજી અને રક્ષણની જરૂરિયાત હોય તેઓને મૈત્રી પૂર્વક મદદરૂપ થવા માટે ‘ચાઈલ્‍ડ લાઈન સાથે દોસ્‍તી’ સપ્તાહની શુભેચ્‍છા પાઠવી હતી. તેમજ એસપી શ્રી દ્વારા બાળકોનો પરિચય પૂછવામાં આવ્‍યો અને બાળકોને ચોકલેટ આપી મોંઢુ મીઠા કરાવવામાં આવ્‍યા હતા. તેમજ એસ.પી કચેરીના પી.એસ.આઈ. શ્રી ધર્મેશભાઈ તથા હેડ કોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલ અને અન્‍ય તમામ સ્‍ટાફ ગણને પણ દોસ્‍તી બેલ્‍ટ બાળકો દ્વારા બાંધવામાં આવ્‍યો હતો.
સમસ્‍તકાર્યક્રમનું આયોજન ચાઈલ્‍ડલાઈન, દીવ પ્રોજેકટ ડાયરેક્‍ટર શ્રી આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચાઈલ્‍ડલાઈન દીવના કો-ઓર્ડીનેટર શ્રી તનવીર એસ. ચાવડા, ટીમ મેમ્‍બર હર્ષાબેન શાહ, શ્રી ગોપાલભાઈ ભેડા અને વોલન્‍ટિયર અંજનાબેન યાસીન, શ્રી કુલદીપભાઇ ચૌહાણએ જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણ જિલ્લાના ચૂંટણી ઓબ્‍ઝર્વર (સામાન્‍ય) તરીકે વિજયા જ્‍યોત્‍સના વશીરેડ્ડીની નિયુક્‍તિ

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment