Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

નૂતનનગર પાલિકા વોટર વર્કસ યોજના પાસે આવેલ મેદાનમાં લાંબા સમયથી થઈ રહેલા પાણી વેડફાટ અંગે તંત્રને વારંવાર ફરિયાદો કરવા છતાં સત્તાધિશોના પેટનું પાણી પણ હાલતું નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: અત્‍યારે કાળઝાળ ગરમી પડી રહી છે. વાપી શહેરમાં અનેક વિસ્‍તારોમાં પાણીની કારમી તંગી વર્તાઈ રહી છે ત્‍યારે વાપી નૂતનનગરમાં આવેલ પાલિકાના વોટરવર્કસ યોજનાના સંકુલ પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક સમયથી ખુલ્લા મેદાનમાં બેરોકટોક પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.
વાપી નૂતનનગર વોર્ડ નં.3માં નગરપાલિકાની વોટર વર્કસની હાઈરાઈઝ ટાંકી અને સંપ આવેલા છે. તેની બાજુમાં મોટુ મેદાન આવેલ છે. આ મેદાનમાં બેરોકટોક પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. વાપી નૂતનનગરમાં રહેતા એક રહેવાસી દ્વારા વાપી પાલિકાના કમ્‍પ્‍લેઈન નંબર પર વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ રિપ્‍લાય કે ફરિયાદ ધ્‍યાને લેવામાં આવી ન હતી.
વાપી નૂતનનગર વોર્ડ નં.3માં નગરપાલિકાની વોટરવર્કસની હાઈરાઈઝ ટાંકી અને સંપ આવેલા છે તેની બાજુમાં મોટુ મેદાન આવેલ છે. આ મેદાનમાં પાઈપલાઈનનું લીકેજ પાણી છેલ્લા કેટલાક દિવસથીવેડફાઈ રહ્યું છે. લાંબા સમયથી લીકેજ ચાલુ હોવાથી મેદાનમાં લીકેજ પાણીથી સારુ એવુ ઘાસ પણ ઉગી નિકળ્‍યુ છે. છતાં પણ પાલિકાના કાર્યકર્તાઓએ આ અંગેની હજુ સુધીની નોંધ લીધી હોય તેવી ગંભીરતા જોવા મળી રહી નથી. એક તરફ શહેરના અનેક વિસ્‍તારોમાં પાણીનો કકળાટ પ્રવર્તી રહ્યો છે. તો બીજી તરફ ખુલ્લેઆમ પાણીનો બગાડ થઈ રહ્યો છે. જે અક્ષમ્‍ય બાબત છે. બીજી સકારાત્‍મક હકિકત એ છે કે ખુલ્લા મેદાનમાં વહી રહેલા પાણી થકી અહીં સારું એવું ઘાસ ઉગી નિકળેલ છે. જેમાં આખો દિવસ ઢોર ઘાસ ચરી રહ્યા છે. પાલિકાની ભલમાનસાઈ થકી જ તેવુ તાત્‍પર્ય જરૂર નિકળી શકે એમ છે.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની થનારી ઉજવણી

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

Leave a Comment