Vartman Pravah
દમણ

નાની દમણ કોલેજ રોડ પાસેથી એક અજાણ્‍યા ઈસમની લાશ મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.23
ગત તા.રર/11/ર0ર1ના રોજ રાજીવ કુમાર લખેન્‍દ્ર રાય, (ઉ.વ.44), (રહે. દુણેઠા નાની દમણ, મૂળ રહે. મજહોલી, પોસ્‍ટ/થાના-બેલસર, જિલ્લા-વૈશાલી બિહાર) કોલેજ રોડની પાસે એક સાઈડ ઉપર પાર્ક કરેલ ટેન્‍કરની પાસે બેભાન હાલતમાં મળી આવ્‍યો હતો. જે અંગેની જાણકારી પીસીઆર વેનને મળતા તેમણે તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે સરકારી હોસ્‍પિટલ મરવડ, નાની દમણ ખાતે મોકલવામાં આવ્‍યો હતો. પરંતુ ફરજ પરના તબીબે ચેક કર્યા બાદ રાજીવ કુમાર લખેન્‍દ્ર રાયને મૃત જાહેર કર્યો હતો. જેના અનુસંધાનમાં નાની દમણ પોલીસે આકસ્‍મિક મોતનો ગુનો નોંધી અંડર સેક્‍શન 174 સીઆરપીસી હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા બીચ રોડ સહિતના વિકાસ કામોનો કરેલો સર્વેઃ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજનો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment