(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારી કચેરી અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કામદારો, કર્મચારીઓને દિવાળીના એક-બે દિવસ પહેલાં પગાર અને બોનસ મળી જતાં હવે સેલવાસ, દમણ અને દીવના બજારમાં દિવાળીના ખરીદી માટે ધૂમ ઘરાકી જામી રહી છે. જેના કારણે બજારમાં ટ્રાફિકનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
બજારોમાં જામતી ઘટના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ રહી છે જેને પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા કન્ટ્રોલ કરવાનો ભારે પ્રયાસ કરી રહ્યા હોવાનું નજરે પડે છે.
સેલવાસ, દમણ, દીવના વિવિધ બજાર-દુકાનોમાં કપડાં, સાજ-શણગારની ચીજવસ્તુઓ અને મોટાભાગે ફટાકડાંની દુકાનોમાં ઘરાકી જામી રહી છે.