October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ પોલીસ સ્‍ટેશનનો દારૂનો જથ્‍થો ઉચ્‍ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
વલસાડ પોલીસ દ્વારા આજે મંગળવારે જુજવા પાથરી ગામે ખુલ્લા પ્‍લોટમાં વિવિધ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશન ગુના હેઠળ ઝડપાયેલ રૂા. ર કરોડનો દારૂનો જથ્‍થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્‍યું હતું. 
વલસાડ ડી.વાય.એસ.પી. મનોજસિંહ ચાવડા, પી.આઈ. જે.આઈ.પરમાર, પી.એસ.આઈ. અમીરાજસિંહ રાહ, નશાબંધી ખાતાના અધિકારીઓ દ્વારા એસ.ડી.એમ.ની અધ્‍યક્ષતામાં કોર્ટની પરવાનગી સાથે વિદેશી દારૂનો જથ્‍થો નામ કરવામાં આવ્‍યો છે. જેમાં વલસાડ, રૂરલ પોલીસ દ્વારા ઝડપાયેલ 1.38 કરોડનો, ડુંગરી પોલીસનો 43 લાખનો અને વલસાડ સી.ટી. પોલીનો 27 લાખનો મળી કુલ ર કરોડનો દારૂનો જથ્‍થાનો નામ કરાયો હતો. 
છેલ્લા આઠ-નવ મહિનાનો આ જથ્‍થો હતો. પોલીસ સ્‍ટેશનોમાં રાખવામાં વધુ જગ્‍યાના અભાવને લઈ અવાર-નવાર કોર્ટ પરમીશન દ્વારા મુદ્દામાલમાં જપ્ત કરેલ દારૂનો જથ્‍થો નામ કરવાની કામગીરી હાથ ધરાતી હોય છે .

Related posts

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્‍લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્‍તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્‍મ જયંતિ પર મેજર ધ્‍યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

vartmanpravah

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

Leave a Comment