Vartman Pravah
Breaking Newsનવસારી

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.24
ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો છે. મંજૂરી માટે તુમારો એસીએફ કચેરીએથી વલસાડ ડિવિઝન કચેરીમાં યેનકેન પ્રકારે મોકલવામાં જ નહીસ આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે
સાગ અને ખેરના વળક્ષો કાપવા માટે સંબંધિત ખેડૂતો સાથે કોન્‍ટ્રાકટર દ્વારા તુમાર તૈયાર કરવામાં આવતા હોય છે. રેંજ કચેરીએ તુમાર રજૂ થયા બાદ જરૂરી સર્વે સ્‍ટાફ દ્વારા કરાતું હોય છે. પરંતુ ચાલુ સિઝને ઓક્‍ટોબર માસમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં એક પણ તુમારને મંજૂરી મળી નથી અને 100થી વધુ તુમારો પેન્‍ડિંગ હોવાનું જાણવા મળેલ છે.
હાલે નજીકના સમયમાં આંબા કલમો ઉપર ફૂટ આવવાની હોય તે પૂર્વ ઝાડો કપાઈ તેવું ખેડૂતો ઇચ્‍છતા હોય છે. કલમો ઉપર ફૂટ આવી ગયા બાદ ઝાડો કાપવા ના સમયે નુકશાન થતું હોય છે.
આ અંગે ભાજપના હોદ્દેદારો, વેપારીઓ અને ખેડૂતોદ્વારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એસીએફ પોતે સ્‍થળ પર જોવા આવી કોઈ જોગવાઈ ન હોવા છતાં કોન્‍ટ્રાક્‍ટરે ફરજિયાત હાજર રહેવાનું જણાવી કોન્‍ટ્રાકટર હાજર ન હોય તો તુમાર જોવા વિના જ નીકળી જતા હોવાની અને કોઈ ને કોઈ ખામી કાઢી તુમારો મંજૂરી માટે વલસાડ ડિવિઝન કચેરીએ મોકલવામાં જ આવતા ન હોવાનું હોદ્દેદારો અને કોન્‍ટ્રાકટરો દ્વારા જણાવાયું હતું.
ગત વર્ષના પણ 30 થી 40 અને ચાલુ સીઝનના 100 જેટલા તુમારો પેન્‍ડિંગ હોવાથી વળક્ષો કાપવાની મંજૂરી ન મળતા ખેડૂતો અને કોન્‍ટ્રાક્‍ટરોમાં એસીએફની હેરાનગતિ કરવાની નિટીરીતિ સામે રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
બોક્ષ
એસીએફ એમ.એમ.રાઠવાના જણાવ્‍યાનુંસાર મારી પાસે તુમારો આવ્‍યા જ નથી. ચીખલી રેંજ કચેરીએ તુમારો મોકલવા સૂચના આપી છે. તુમારો મારી પાસે આવે તો હું જોઉં ને.

Related posts

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

Leave a Comment