Vartman Pravah
Breaking Newsગુજરાત

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

  • સાબરકાંઠા ભાજપની જિલ્લા કારોબારી 27મીએ સાંપડ યોજાશે

  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ડિસેમ્‍બરમાં સાબરકાંઠાના એક દિવસના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી

(વર્તમાન પ્રવા ન્‍યુઝનેટવર્ક)
હિંમતનગર, તા.24
ભારતીય જનતા પક્ષ સાબરકાંઠા જિલ્લા દ્વારા આજરોજ જિલ્લાના હોદ્દેદારોની બેઠક હિંમતનગર મુકામે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી. પટેલે જણાવેલ કે, મંડલનું પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવું અને તેના અધ્‍યક્ષ તરીકે ધારાસભ્‍ય રહેશે, જો પેજ કમિટીનું કામ બાકી હશે એ પણ પૂરું કરી દેવાનું છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ આગામી ડિસેમ્‍બર મહિનામાં આપણા ત્‍યાં વનડે નો કાર્યક્રમ છે જેમાં તમામ સમાજના વર્ગો, સમાજના વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્‍થાઓ તેમજ ડોક્‍ટરશ્રીઓ, એડવોકેટ, યુવાનો સહિત તેમની સાથે વન ટુ વન બેઠક કરવાના છે.
સંગઠનમાં વિસ્‍તાર એટલે શક્‍તિ કેન્‍દ્રના સંયોજક અને પ્રભારી સંયોજક બનાવવાના છે એટલે શક્‍તિ કેન્‍દ્રની રચના પૂરી કરવાની છે. જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ આર્યએ જણાવ્‍યું હતું કે , હમણાં યોજાયેલી પ્રદેશ કારોબારીમાં જે નિર્ણય લેવાયા હતા. તેની માહિતી આપી જણાવેલ કે સામ્‍યવાદીઓ, કોંગ્રેસીઓ આપણા સમાજોને તોડી રહ્યા છે તેનાથી સાવચેતી રાખવાની છે અને સમાજમાં આપણી વિચારસરણી આપણા કેટલાક કામો તેમજ પક્ષના નેતાઓએ આપેલા બલિદાનોની વાત મૂકવાનીતેનાથી સમાજોમાં આપણે રાજનીતિ નહીં પરંતુ સામાજીક દાયિત્‍વ નિભાવી પ્રજાની સેવા માટે આપણે કાર્ય કરી રહ્યા છીએ.
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્‍યાએ શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન કરી જિલ્લામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી હતી. જેમાં મંડલ કારોબારી બેઠકનું આયોજન, 26મી નવેમ્‍બરે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંવિધાન ગૌરવયાત્રા જેમાં વિવિધ વક્‍તા માર્ગદર્શન આપશે.
જાહેરસભાનું આયોજન, શક્‍તિ કેન્‍દ્રોની રચના, મંડલ પ્રશિક્ષણ વર્ગ જેમાં બે દિવસ એક રાત્રિનું રોકાણ સાથેના નિવાસી વર્ગો, પહેલી ડિસેમ્‍બરથી સરકારનો કાર્યક્રમ જેમાં ‘હર ઘર દસ્‍તક’ જે તમામ બુથ ઉપર થાય તેમાં તમામ કાર્યકર્તા જોડાય, કમલ પુષ્‍પ જેમાં જનસંઘથી ભાજપની સ્‍થાપના થઈ હતી. આજ સુધી પક્ષના કાર્યકર્તાના ત્‍યાગ, તપસ્‍યા અને યોગદાન વિશે કાર્યકર્તા માહિતગાર થાય તે વિશે કાર્યક્રમ, 25 ડિસેમ્‍બર અટલજીનો જન્‍મદિવસ અને મહિનાના છેલ્લા રવિવારે મનકી બાત, આ વિશે કાર્યકર્તાની વિસ્‍તળત જાણકારી આપી આયોજન કરવામાં આવ્‍યું હતુ઼.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ પટેલ, શ્રી મહેન્‍દ્રસિંહ રહેવર સહિત તમામ મંડલોના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

Leave a Comment