Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

  • દમણમાં પણ ભૂકંપના આંશિક આંચકા અનુભવાયા
    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    સેલવાસ, તા.01
    મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામો સહિત દમણમાં પણ અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્‍ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકાની અસરો દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાં પણ જોવા મળી હતી. સાથે સાથે આ આંચકાઓદમણમાં પણ અનુભવાયા હતા. આ આંચકાઓ સાંજે બે વખત આવ્‍યાં હોવાનું જાણવા મળ્‍યું હતું.
    દાનહના ખેરડી ગામે અચાનક ભૂકંપના આંચકા લાગતા ગામના લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપના આંચકાથી ઘરના પતરાં અને અને ઘરનો સામાન હલવા લાગ્‍યો હતો. જેથી લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્‍યા હતા.
    ડિઝાસ્‍ટર વિભાગના જણાવ્‍યા અનુસાર આ ભૂકંપનું કેન્‍દ્રબિંન્‍દુ મહારાષ્‍ટ્રના પાલઘરથી દસ કિલોમીટરના અંતરે છે, જેની તીવ્રતા 3.7 રેકટર સ્‍કીલ બતાવતું હતુ. ભૂકંપના આંચકાની અસર સેલવાસ, રખોલી, નરોલી, ખેરડી અને આજુબાજુના વિસ્‍તારોમા જોવા મળી હતી. આ અગાઉ પણ થોડા દિવસ પહેલા મહારાષ્‍ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા હતા. જેના કારણે પણ કેટલાક ગામોમાં હળવા આંચકાની અસર જોવા મળી હતી.

Related posts

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

ફાતિમા સ્‍કૂલ ખાતે આજે પોસ્‍કો એક્‍ટ અંગેનો કાનૂની શિબિર

vartmanpravah

Leave a Comment