Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

જન આરોગ્‍ય યોજના સાથે જોડાઈ તેનો લાભ ઉઠાવવા તમામ પ્રદેશવાસીઓને ડો. વી.કે.દાસે કરેલો અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, ભારત સરકારની એક મહત્‍વપૂર્ણ આરોગ્‍ય સુરક્ષા યોજના છે. જે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્‍ય સામાજીક અને આર્થિક રૂપે નબળા લોકોને રૂપિયા પાંચ લાખ સુધી કેસલેશ આરોગ્‍ય વીમો પુરો પાડવામાં આવે છે. આ યોજના લાગુ કરાયા બાદગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને હોસ્‍પિટલમાં દાખલ થતાં નાણાંકીય રાહત રહે છે અને ગુણવત્તાયુક્‍ત સેવાઓ સુનિヘતિ કરી શકે છે. આ યોજનાના લાભાર્થીઓની પસંદગી સામાજીક-આર્થિક જાતિ વસ્‍તીગણતરી-ર011ના આધારે કરવામાં આવી છે.
આ યોજનામાં જે પણ પરિવાર સામાજિક-આર્થિક જાતિગણના ર011ના આધારે અને જે પરિવારોની વાર્ષિક આવક 1.પ લાખથી ઓછી શ્રેણીમાં જોડાયેલા છે તેવા તમામ પરિવારોને આયુષ્‍માન કાર્ડ આજથી રિન્‍યુ થઈ ચૂકયા છે અને જે પરિવારોની વાર્ષિક આવક રૂા.1.પ લાખથી વધુ શ્રેણીમાં આવતા હોય તેમના કાર્ડની રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેઓ પોતાના નજીકના આરોગ્‍ય કેન્‍દ્રમાં જઈ પોતાનો કાર્ડ રિન્‍યુ કરાવી શકે છે.
આ યોજનાની વિગતવાર જાણકારી આપતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ, ચિકિત્‍સા અને આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે જણાવ્‍યું હતું કે સામાજિક-આર્થિક જાતિ વસ્‍તીગણતરી-ર011 હેઠળ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવારોની સાથે સાથે પ્રદેશમાં જે પરિવારોની આવક રૂા. 1.પ લાખથી ઓછી હશે તેમને આ યોજનામાં સામેલ કરવામાં આવ્‍યા અને તેમના કાર્ડ રિન્‍યુ થઈ ચૂક્‍યા છે.જે પણ વ્‍યક્‍તિ આયુષ્‍માન કાર્ડ દ્વારા સારવાર કરવવા ઈચ્‍છે છે તેઓ સારવાર કરાવી શકે છે અને જો કોઇ પ્રદેશવાસી અથવા તેનો પરિવારના આયોજનાથી જોડાયેલ નહી હોય તો તેઓ પોતે અને પરિવારને પણ આ યોજના હેઠળ રજીસ્‍ટ્રેશન કરાવી લાભ મેળવી શકે છે.
વધુ જાણકારી માટે આયુષ્‍માન કાર્યાલય, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ સેલવાસ અથવા ટોલ ફ્રી નંબર 104 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment