September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.01
દાનહ અને દમણમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારથી ઠંડા પવન સાથે જ રીમઝીમ વરસાદ શરૂ થઇ ગયો હતો. જેના કારણે લોકો દુવિધામાં હતા કે સ્‍વેટર પહેરીએ કે રેઇનકોટ,આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
સેલવાસ-દમણ સહિત આજુબાજુના વિસ્‍તારમાં 9.4 એમએમ વરસાદ પડયો હતો. બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્‍યાપક નુકસાન થવાની સંભાવના છે.
ખેડૂતો તાડપત્રી ઢાંકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે. જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્‍યુના રોગમા પણ વધારો થવાની સંભાવના છે.

Related posts

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

Leave a Comment