December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

ચૂંટણી અદાવત રાખી 15 થી 20 લોકોનું ટોળુ ધસી આવી હંગામો મચાવ્‍યો : ચારની અટક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીના પરિણામ બાદ ચૂંટણી અદાવત રાખી મારામારીની ઘટના ઘટી છે. વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓના પરિવાર પર હલ્લાબોલ કરી કોંગ્રેસી કાર્યકર્તાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.
વાપી નગરપાલિકા વોર્ડ નં.6માં ભાજપના મહિલા ઉમેદવાર તરીકે રોશનીબેન ઈકબાલભાઈ સિદ્દિકીએ ઉમેદવારી નોંધાવી હતી. તેમના ટેકેદારો અને કાર્યકરો ભાજપનો પ્રચાર કરી રહ્યા હતા. મંગળવારે પરિણામ જાહેર થતા વોર્ડ નં.6માં તમામ કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનેલા તેથી કોંગ્રેસી કાર્યકર્તાઓ રૂઆબ અને રોફ ઝાડવા ભાજપના કાર્યકર્તાના ઘરે પહોંચી હંગામોમચાવ્‍યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આશરે 15-20ના ટોળા વિરૂધ્‍ધ ભોગ બનનાર મુન્નાભાઈ ઉર્ફે તાહીરખાન રહે.સરવૈયા નગર બિલ્‍ડીંગ ડી-2 રૂમ નં.103 એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સિદ્દિકી અબ્‍દુલ, ઈશાર ખાન, સુફીયાન અહેસાન, અને મસ્‍જીદ નામના ચાર કોંગ્રેસી કાર્યકર્તાની તાત્‍કાલીક અટક કરી હતી. બાકીનાને પોલીસ શોધી રહી છે. ચૂંટણીએ લોકોમાં આંતરીક અદાવતના બી રોપ્‍યા હતા.

Related posts

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

નુમા ઇન્‍ડિયા યોગ કમીટિ દમણ દ્વારા દ્વિતીય યોગા પ્રીમિયર લીગ ‘નેશનલ લેવલ ઓપન યોગાસન ચેમ્‍પિયનશીપ’નું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

વલસાડમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરીકામાં અનામત નિવેદનોના વિરોધમાં ધરણા-મૌન રેલી યોજાઈ

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment