Vartman Pravah
Breaking Newsદમણ

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણ જિલ્લા પંચાયતે સ્‍વચ્‍છતા જાળવવા અને કચરાના નિકાલ તથા પ્રબંધન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાંજના સમયે ચૌપાલ(ચોતરા બેઠક)ના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેના ઉપલક્ષમાં આજરોજ નાની દમણ મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ હતી.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંબી.ડી.ઓ. શ્રી પ્રેમજી મકવાણા, ઉપ સરપંચ અરુણા મગનલાલ, પંચાયત સભ્‍ય શ્રી અヘનિભાઈ પટેલ, સેક્રેટરી અંકિતાબેન પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અગામી ર6મી જાન્‍યુઆરીથી લાગુ થનાર સોલિડ વેસ્‍ટ(હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં લોકોને જાગૃત કરાયા હતા. જેમાં કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગેડેબલ વેસ્‍ટ, નોન બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલીશન વેસ્‍ટની બાબતમાં જાગૃત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે પંચાયત વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા પ્રમાણના નિરીક્ષણ માટે ગ્રામ પંચાયત દીઠ બનાવવામાં આવેલા વોટ્‍સએપ ગ્રુપની પણ જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રુપમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍યો, બીડીઓ અને પંચાયત સેક્રેટરી સામેલ છે.
ચોતરા બેઠકમાં લોકોને બાયો ડિગ્રેડેબલ, રિ-સાયકલ કચરો, નિર્દિષ્‍ટ જોખમી કચરો, બાયો મેડિકલ કચરાની બાબતમાં જાણકારી આપતા પેમ્‍ફલેટ પણ વિતરીત કરવામાં આવ્‍યા હતા. લોકોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવાની સાથે સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ પ્રેરિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્‍થિત અધિકારીઓએ આમ લોકોને જણાવ્‍યું હતું કે, અગામી તા.ર6મી જાન્‍યુઆરી,ર0રર સુધી દમણના દરેક ગામમાં વોર્ડ દીઠ સાપ્તાહિક આવી ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવશે, જેથી જનતાને સોલીડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવી શકાય.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્‍વચ્‍છ, સુંદર અને હરિયાળુ બનાવવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે તેમજ પ્રદેશના નાગરિકો સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃત કરવા માટે પ્રશાસનિક પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સહિત ઉપસ્‍થિતોએ ભારે જહેમત ઉઠાવી હતી.
——

Related posts

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

Leave a Comment