September 7, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડમાં વેપારી પરિવાર રાજસ્‍થાન લગ્નમાં ગયો ને બંધ ઘરમાં ચોરી : તસ્‍કરો સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા

250 ગ્રામ સોનુ, દોઢ કીલો ચાંદી અને 40 હજાર રોકડાની ચોરી અબ્રામા ઝરણાપાર્કમાં થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
વલસાડના અબ્રામા વિસ્‍તારમાં ઝરણાપાર્કમાં રહેતો રાજસ્‍થાની પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી 15 દિવસ પહેલાં ઘર બંધ કરીને રાજસ્‍થાન ગયો હતો. ઘર બંધ હોવાથી તસ્‍કરો તાળા તોડીને રોકડ રકમ, સોનાના ઘરેણા અને ચાંદી મળી લાખોની મત્તા હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ અબ્રામા ઝરણાપાર્ક સોસાયટીમાં રહેતા કાપડના વેપારી મદનસિંહ રાજપુરોહીતના ઘરે રાજસ્‍થાન લગ્ન પ્રસંગ હોવાથી ગત તા.16 નવેમ્‍બરે ઘર બંધ કરી રાજસ્‍થાન ગયા હતા તે દરમિયાન બંધ ઘર જોઈ તસ્‍કરો ઘરમાં પ્રવેશી બેડરૂમની તિજોરીઓ તોડી 10 થી 15 તોલા સોનાના દાગીના, દોઢ કીલોચાંદી અને 40 હજાર મળી લાખોની મત્તા ચોરી કરી ગયા હતા.
ગતરોજ પડોશીઓ મકાન ખુલ્લુ જોતા મદનસિંહભાઈને ફોન કરી ઘરમાં ચોરી થયાના ફોટો મોકલી આપેલા તેથી પરિવાર આજે વલસાડ આવી પહોંચ્‍યો હતો. સીટી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે તસ્‍કરો ઝડપવાના ચત્રો ગતિમાન કર્યા છે.

Related posts

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

Leave a Comment