December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના રેટલાવ ગામે ગ્રામ પંચાયત ઓફિસની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ટોળે વળી હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી પારડી પોલીસ મથકના પોલીસ કોન્‍સ્‍ટેબલ ક્રીપાલસિંહને મળતા અન્‍ય પોલીસ કર્મીઓની સાથે બાતમી વાળી જગ્‍યાએ છાપો મારતા જુગાર રમતા જુગારિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા 1. દિવ્‍યેશ છોટુંભાઈ પરમાર, રહે.પારડી, રેંટલાવ ટેકરી ફળિયા, 2.કેવલ બચુભાઈ પટેલ રહે.પારડી કીકરલા, સન રેસીડેન્‍સી, 3.મિલન પરષોત્તમ પરમાર રહે.પારડી, રેંટલાવ ચૈતન્‍ય નગર, 4.વિવેક હસમુખભાઈ પટેલ રહે.પારડી રેંટલાવ ચૈતન્‍ય નગર, 5.દર્શન પ્રવીણભાઈ પરમાર રહે.પારડી રેંટલાવ ચૈતન્‍ય નગર, 6.ધ્રુવીન હરીશભાઈ પટેલ રહે.પારડી ઓરવાડ કોળીવાડ, અને 7.દેવાંગ પંકજભાઈ પટેલ રહે.પારડી રેંટલાવ ચૈતન્‍ય નગર પારડીને ઝડપી લીધા હતા. પોલીસે દાવ પર મૂકેલા રૂા.860, અંગઝડતીના રૂા.4980 તેમજ ચાર મોબાઈલ ફોન રૂા.15,500 મળી કુલ્લે રૂા.21340નો મુદ્દામાલ કબજે લઈ જુગાર ધારા હેથળ તમામની ધરપકડ કરી હતી.

Related posts

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

Leave a Comment