August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

  • 331 કાયમી પોસ્‍ટોમાં 193 193-ટીચિંગ પોસ્‍ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્‍ટને મળેલી મંજૂરી
  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ભારત સરકારની દાનહ અને દમણ-દીવના લોકોના કલ્‍યાણ અને આરોગ્‍ય સેવા માટે ઓર એક મોટી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને આશીર્વાદરૂપ મળેલ નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રીસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને આજે નાણાં મંત્રાલયે 331 કાયમી પોસ્‍ટોની મંજૂરી આપી દીધી છે, જે પ્રદેશ માટે ઘણી મોટી ઉપલબ્‍ધિ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ માર્ગદર્શન અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિ અને અથાક પ્રયાસોને કારણે પ્રદેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે.
પ્રદેશના આરોગ્‍ય નિર્દેશાલય તરફથી આરોગ્‍ય મંત્રાલયને મેડિકલ કોલેજ માટે 336 સ્‍થાનિક પદો માટે દરખાસ્‍ત મોકલવામાં આવી હતી. જેને ખૂબ જ ગંભીરતાથી લેતા, મંત્રાલયે આગળની કાર્યવાહી માટે ગળહ મંત્રાલયને મોકલી હતી, જેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી.
ભારત સરકારના નાણાંમંત્રાલયે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ આજે 336 પોસ્‍ટોમાંથી 331 પોસ્‍ટોને મંજૂરી આપી છે. આ 331 કાયમી પોસ્‍ટમાં, 193-ટીચિંગ પોસ્‍ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્‍ટને મંજૂરી આપવામાં આવી છે. આ પોસ્‍ટ્‍સમાં, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર, ટયુટર અને ટેકનિશિયન / નર્સ / મેડિકલ સોશિયલ વર્કર જેવી ઘણી પોસ્‍ટ્‍સ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક નાનું સંઘ રાજ્‍ય છે, પરંતુ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસલક્ષી દષ્‍ટિ હંમેશા આ પ્રદેશ પર રહી છે. જેના આશીર્વાદરૂપ મેડિકલ કોલેજની ભેટ પ્રદેશવાસીઓને મળી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસો અને પ્રદેશને વિકાસની દિશામાં લઈ જવાના સંકલ્‍પનું પરિણામ છે કે આટલા નાના રાજ્‍યમાં આટલી મોટી કાયમી પદોની મંજુરી મળવાથી મેડિકલ કોલેજનો વિકાસ તો થશે જ સાથે સાથે પ્રદેશના લોકોને રોજગારીની સુવર્ણ તક પણ મળશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

Leave a Comment