October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમ આરોગ્‍યલક્ષી વિવિધ સેવાઓ આપવામાં જિલ્લામાં અગ્રેસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.13: કપરાડા તાલુકાના સુખાલા ખાતે કાર્યરત આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમનુ આજરોજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. આજરોજ જીએમઈઆરએસ હોસ્‍પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયુષ્‍યમાન ભવઃ કાર્યક્રમનો શુભારંભ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રોપદીના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. માર્ચ મહિનામાં કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ગુણવત્તાની ચકાસણી અર્થે કેન્‍દ્રની આરોગ્‍ય ટીમ દ્વારા જિલ્લાના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રમાં ચાલતી આરોગ્‍ય લક્ષી વિવિધ સેવાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલાની આરોગ્‍ય કેન્‍દ્રની કામગીરી 88.49 ટકા સાથે જિલ્લામાં અગ્રેસર રહેવા પામી હતી. જે કામગીરીને સન્‍માનિત કરવા માટે આજરોજ જિલ્લા આરોગ્‍ય અધિકારીના હસ્‍તે ડોક્‍ટર કળપાલીબેન દીપકભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેના કારણે કપરાડા તાલુકા તેમજ સુખાલા ગામ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વરકુંડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment