November 3, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.3:
વાપી ને.હા.નં.48, યુપીએલ કંપનીના સર્વિસ માર્ગ પાસેથી પસાર થઈ રહેલ કારચાલક પાસેથી એરગન મળી આવતા એલસીબીની ટીમે તેની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, એલસીબી ટીમ વાપી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી ને.હા.નં. 48, યુપીએલ કંપનીના સુરતથી મુંબઈ જતા સર્વિસ માર્ગ પર વોચ ગોઠવી હતી અને વર્ણવેલ કાર નં. જીજે-05 એફ-1953 આવતા તેને રોકવામાં આવી હતી અને કારચાલકનું નામઠામ પૂછતા જહીરઅબ્‍બાસ અલીરજા પટેલ (ઉં.31, રહે. ડુંગરા ડ્રીમસીટી, વાપી, મૂળ ભાવનગર) હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે અંગઝડતી કરતા તેમની પાસેથી એક મોબાઈલ ફોન અને કમરના ભાગે પાઉચમાં રાખેલ એરગન મળ્‍યું હતું. આ એરગનમાંથી 11 નંગ છરા મળ્‍યા હતાં. જે હથિયાર અંગે તેમની પાસે કોઈ પાસપરમીટ ન હોવાથી પોલીસે તેની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરતા આ એરગન તેઓ મુંબઈથી તાહીર આર્મ્‍સ સ્‍ટોર્સમાંથી ખરીદી કરી હોવાનું અને શોખ માટે રાખતો હોવાનું જણાવ્‍યું હતું.
પોલીસે એરગનની કિંમત 40 હજાર, કારની કિંમત 5 લાખ અને એક મોબાઈલ ફોનની કિંમત 5000 આંકી કુલ રૂા.5,45,000/-નો સરસામાન કબજે કરી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં આર્મ્‍સ એકટ મુજબ ગુનાની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

vartmanpravah

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્‍ડા, ફલાન્‍ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા

vartmanpravah

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલીનાં સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો વિફર્યા : કામ બંધ કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment