Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લીધી હતી. જે દરમ્‍યાન ગામના રસ્‍તા પાણી અને લાઈટની મૂળભૂત સમસ્‍યાઓ છે તે અંગે ગ્રામજનોએ જણાવી હતી. મુખ્‍યત્‍વે રોડ પહોળો કરવા બાબતે ચાલી રહેલ પ્રક્રિયામાં ઘણાં લોકોના મકાનો તેમજ દુકાનો તૂટી જવાથી ઘણું જ નુકસાન થયું હોવાના કારણે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને સુરંગી ગામના લોકોનું ઓછામાં ઓછુ નુકસાન થાય એવી માંગણી કરી હતી. સાંસદે એમની માંગણીઓને ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. બાદમાં રખોલી પંચાયતના કરાડ ગામે આવેલ પાણી પુરવઠા યોજનાની ફિલ્‍ટર વોટર પ્‍લાન્‍ટની પણ મુલાકાત લીધી હતી. આ અવસરે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન સહિત પદાધિકારીઓ તેમજ આદિવાસી વિકાસ સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Related posts

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

Leave a Comment