December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.3:
વાપીમાં એક બિહારી ઈસમે બાકી નીકળતા પૈસાની ઉઘરાણી માટે સગીરને ઢીક્કામુક્કીનો માર મારી તેની ઉપર જવલનશીલ પ્રવાહીવાળુ કપડુ ચહેરા ઉપર લગાડતા તેમની બંને આંખો અને ચહેરો દાઝી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ સગીરની માતાએ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાવી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઝારખંડના વતની અને હાલ વાપી નજીકના છીરી ગામ, રણછોડ નગરમાં મત્‍યુંજયસિંહ ઉર્ફે બબ્‍બુની ચાલમાં ખુશ્‍બુદેવી ભીમ વિલાસ મંડલ (ઉં.આ.35) પરિવાર સાથે રહે છે. આ પહેલા તેઓ વાપીના છીરી રણછોડ નગરમાં મનિષભાઈની ચાલીમાં રહેતા હતાં. તેમના પતિ સાથે અણબનાવ બનતા છોડી જતા તેઓ બાળકો સાથે રહે છે. દોઢેક વર્ષ પહેલા મનિષની ચાલીમાં રહેતા વિષ્‍ણુદેવ મહાદેવમહાદેવ તાતી (રહે. છીરી, રણછોડનગર, મનીષ ચાલ, છીરી, વાપી મૂળ બિહાર) પાસેથી એલઈડી ટીવી તથા મિકસર મશીન ખરીદવા માટે રૂ.50 હજારની મદદ કરેલ હતી. જે પૈસા માટે અવરનવર પૈસાની માંગણી કરતો હોય જેથી રૂા.12 હજાર આપેલા હતા અને રૂા.38 હજાર બાકી હોય તે ટૂકડે-ટૂકડેઆપવાનું જણાવ્‍યું હતું. જે અદાવત રાખી વિષ્‍ણુદેવ તારીખ 1-12-21 ના રોજ સાંજે ખુશ્‍બુદેવીનો સગીર પુત્ર સાજન (ઉં.આ.10)ને નાસ્‍તો કરાવવાના બહાને સાઈકલ પર બેસાડી લઈ ગયો હતો અને વાપી નજીકના કોચરવા ગામે પ્રકાશ ફળિયા, એકાંત એરીયામાં લાવી ઢીક્કામુક્કીનો માર મારી રૂમાલ જેવા કપડામાં જવલનશીલ પ્રવાહી નાંખી સગીરના ચહેરા પર લગાડતા બંને આંખ અને ચહેરો દાઝી ગયો હતો.
જે બાદ સગીરે બૂમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને વિષ્‍ણુદેવ ત્‍યાંથી ભાગી છૂટયો હતો. જે બાદ સગીરને ચલા હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ સગીરની માતા ખુશ્‍બુદેવી ભીમ વિલાસ મંડલે વાપી ડુંગરા પોલીસ મથકમાં વિષ્‍ણુદેવ મહાદેવ તાતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દીવ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે હેમલતાબેન સોલંકીની કરાયેલી નિમણૂક

vartmanpravah

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

vartmanpravah

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

Leave a Comment