October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુંગરીમાં જમીનના હિસ્‍સાની અદાવતમાં કપડા સુકવવાની દોરી તોડી દેરાણીએ જેઠાણી અને ભત્રીજીને માર માર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી તાલુકાના ડુંગરી દેસાઈવાડ ખાતે રહેતા લાલુભાઈ છોટુભાઈ કોળી પટેલના ઘરે તારીખ 25-11-2024ના રોજ એમના અન્‍ય બે ભાઈઓ તથા સરપંચ, ગામના આગેવાનો અને વડીલોની હાજરીમાં એમની સહિયારી જમીનના હિસ્‍સા બાબતે એક મીટીંગ રાખી હતી પરંતુ આ મિટિંગમાં કોઈ નિવેડો આવ્‍યો ન હતો.
ત્‍યારબાદ સાંજે 5.00 વાગ્‍યા પછી જ્‍યોતિબેન લાલુભાઇ કો.પટેલના દેરાણી શિક્ષિકા એવા કલ્‍પનાબેન વિનોદભાઈ કોળી પટેલ ઘરે પરત ફરતી વખતે પોતાની ઘરની બાજુમાં આવેલ સહિયારી જમીનમાં જેઠાણી જ્‍યોતિબેન લાલુભાઈ કોળી પટેલે બાંધેલ કપડાં સૂકવવાની દોરી તોડી નાખી હતી. આ બાબતે જ્‍યોતિબેન કહેવા જતા કલ્‍પનાએ જ્‍યોતિબેનને નીચે પાડી દઈ ઘસડતા જ્‍યોતિબેનને બચાવવા તેમની દીકરી પ્રેક્ષા દોડી આવતા કલ્‍પનાએ ભત્રીજી પ્રેક્ષાને પણ ઢીક્કામુક્કીનો માર માર્યો હતો અને આટલેથી જ નહીં અટકતા ઘરના રસોડામાંથી બેટ લઈ આવીજ્‍યોતિબેનને પગના સાથળના ભાગે માર મારતા તેમને પારડી મોહન દયાળ હોસ્‍પિટલમાં ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.
આ અંગેની ફરિયાદ જ્‍યોતિબેને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવતા પારડી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ મહેશભાઈ ધીરુભાઈ સાપરા વધુ તપાસ કરી રહ્યા છે.

Related posts

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

છીરી ખાતે જાળમાં ફસાયેલ અત્‍યંત ઝેરી રસેલ વાઈપર સાપનુ રેસ્‍કયું

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

Leave a Comment