Vartman Pravah
Breaking Newsદમણ

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમળત મહોત્‍સવ નિમિત્તે પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાવરગ્રીડ દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્‍પર્ધા બે જૂથમાં સ્‍પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રથમ જૂથ ધોરણ 5 થી ધોરણ 7 અને બીજું જૂથધોરણ 8 થી 10નું હતું. જેમાં બંને જૂથના 93 વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા પ્રમુખ અને ડીએમસી વોર્ડ નં.7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ સ્‍પર્ધાનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓને ઊર્જા સંરક્ષણ અંગે માર્ગદર્શન અને જાગળત કર્યા હતા.

Related posts

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

Leave a Comment