-
સંઘપ્રદેશના નગરપાલિકા નિર્દેશક તપસ્યા રાઘવ અને સેલવાસ ન.પા.ના પૂર્વ સી.ઓ. મોહિત મિશ્રાએ પ્રશાસકશ્રીને અર્પણ કરેલો પુરસ્કાર
-
સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર તરીકે મોહિત મિશ્રાએ પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ કરેલી પહેલને મળેલો રાષ્ટ્રીય આવિષ્કાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10
સેલવાસ નગરપાલિકાને ભારત સરકાર દ્વારા ઈ-ગવર્નન્સ-2020-21માં જિલ્લા સ્તરીય ઉત્કૃષ્ટતા પહેલ શ્રેણી અંતર્ગત મળેલા રાષ્ટ્રીય ગોલ્ડ પુરસ્કારને આજે સંઘપ્રદેશ પ્રશાસનના નગરપાલિકા નિર્દેશક શ્રીમતી તપસ્યા રાઘવ અને સેલવાસ ન.પા.ના પૂર્વ ચીફ ઓફિસર અને હાલના દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રાએ દમણના સચિવાલય ખાતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સમર્પિત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ તત્કાલિન સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મોહિત મિશ્રાના નેતૃત્વમાં સેલવાસ નગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ પ્રણાલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને ભારત સરકારના પરસોનલ એન્ડ પબ્લિક ગ્રિવેન્સિસ અને પેન્શન મંત્રાલય દ્વારા આયોજીત 24માનેશનલ એવોડર્સ ફોર ઈ-ગવર્નન્સ અંતર્ગત ગોલ્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આજે આ એવોર્ડને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારોથી સંઘપ્રદેશ પ્રશાસન યશસ્વી બન્યો છે.