July 21, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા. 05
દાદરા નગર હવેલી પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પ્રદેશની વિવિધ શાળાઓમાં યુટી લેવલ બાદ રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ઘાનું આયોજન કરવામા આવ્‍યું હતું.જેનો ઉદેશ્‍ય દેશમા ઊર્જાની બચતને પ્રોત્‍સાહિત કરવા માટે છે.
ઊર્જા મંત્રાલયના અંતર્ગત ઊર્જા કાર્યકુશળતા બ્‍યુરો દ્વારા રાષ્‍ટ્રીય જાગળકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. શાળા,પ્રદેશ અને રાષ્‍ટ્ર સ્‍તરે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન એજ જાગળકતા અભિયાન અંતર્ગત આયોજીત કરવામા આવ્‍યુ છે. જેનાથી બાળકોમા ઊર્જાની બચત અંગે જાગરૂકતા પેદા થશે સાથે બાળકોના વાલીઓ પણ આનાથી શિક્ષિત થશે અને ઊર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થશે.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ ભારતના કેન્‍દ્રીય પારેક્ષણ સંસ્‍થા દ્વારા દાનહમાં શાળા અને યુટી લેવલ બાદ રાજ્‍યલેવલની ધોરણ 4,5અને 6વર્ગ એ,ધોરણ 7,8અને 9વર્ગ બીના વિદ્યાર્થીઓ માટે ખાનવેલ શાળામા શિક્ષણ વિભાગના સહયોગ દ્વારા ચિત્રકલા સ્‍પર્ધાનુ઼ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

Leave a Comment