April 27, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડના પારનેરા પારડી ગામે આજે બુધવારે સવારે એક પટેલ પરિવારના ઘરે લગ્નપ્રસંગના મામેરાની વિધિ ચાલતી ત્‍યારે તકનો લાભ લઈ કોઈ ચોર ઈસમ બંગલામાં ઘૂસી કબાટ, પેટી પલંગ તોડીને 40 તોલાના ઘરેણા અને રોકડા 15 હજાર ચોરી કરી ફરાર થઈ જતા પટેલ પરિવારનો લગ્નપ્રસંગનો રંગ ફિક્કો પડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પારનેરાપારડી ગામે રહેતા નિતિનભાઈ રણછોડભાઈ પટેલના ઘરે આજે બુધવારે સવારે લગ્નપ્રસંગની વિધિ મામેરૂ ચાલતું હતું. લગ્ન મંડપ ઘરની પાસે બંગલા નજીક ખુલ્લી જગ્‍યામાં હતો તેથી પરિવાર અને સગાવ્‍હાલા મામેરાની વિધિમાં વ્‍યસ્‍ત હતા ત્‍યારે કોઈ ચોર ઈસમ બંગલામાં ઘૂસી ગયો હતો.કબાટ અને પેટી પલંગ તોડીને 40 તોલા સોનાના ઘરેણા અને 15 હજાર રોકડાની ચોરી કરી ભાગી છૂટયો હતો. વિધિ પતાવી પરિવાર ઘરે આવ્‍યો ત્‍યારે જોયુ તો સામાન અસ્‍તવ્‍યસ્‍ત પડયો હતો. તપાસ કરી તો ઘરેણા અને રોકડની ચોરી થઈ ગયેલી જોવા મળી હતી. તેથી તરત પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડીગઈ હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

Leave a Comment