January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ ઝડપાયા બાદ બુધવારે વધુ એક રાહદારીનો ફોન ઝૂંટવાયો

છેલ્લા કેટલાક દિવસથી મોબાઈલ સ્‍નેચીંગ ગેંગ સક્રિય છેઃબુધવારે જે-ટાઈપમાં નોકરી જઈ રહેલ સંજય પઢીયારનો મોબાઈલ ઝૂંટવી ફરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08
વાપી વિસ્‍તારમાં છેલ્લા કેટલાક દિવસથી રાહદારીઓના મોબાઈલ ઝૂંટવતી ગેંગ સક્રિય બનતા એલ.સી.બી. એકશનમાં આવી ગઈ કાલે મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ આરોપીઓનો ઝડપી લીધા હતા તેમ છતાં આજે બુધવારે ફાટકથી ચાલીને જે-ટાઈપ કંપનીમાં નોકરી જઈ રહેલ યુવકનો મોબાઈલ એક્‍ટિવા ઉપર આવેલ બે ઈસમો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
વાપી વિસ્‍તારમાં મોબાઈલ ઝૂંટવતી ગેંગના ત્રણ આરોપીને એલ.સી.બી.એ પકડી પાડી 10 મોબાઈલ અને બે બાઈક મુદ્દામાલમાં જપ્ત કર્યા હતા. ઝડપાયેલ આરોપી વિશાલ રહે.કોળીવાડ, મૂળ દહાણું, સંકેત સંતોષ સહાની રહે.વાપી કોળીવાડ મૂળ રહે.ગોરેગાંવ તથા અરૂણઉર્ફે વરૂણ રોશન આઉજી (નેપાલી) રહે.નૂતનનગર-બલીઠાની ધરપકડ કરી પોલીસે 10 મોબાઈલ અને બે બાઈક જપ્ત કર્યા હતા.
ગેંગના ઝડપાયાના બીજા જ દિવસે આજે બુધવારે સવારે 8 વાગ્‍યાના સુમારે ફાટક ઉતરીને જે-ટાઈપ કંપનીમાં ચાલીને નોકરી જઈ રહેલ સંજય પઢીયાર નામના યુવકના હાથમાં રહેલો મોબાઈલ એક્‍ટિવા ઉપર આવેલા બે યુવાનો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.

Related posts

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

Leave a Comment