Vartman Pravah
Breaking Newsવલસાડ

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ બિપિન રાવતનું બુધવારે હેલીકોપ્‍ટર ક્રેશ થતા પરિવાર સાથે 13ના મૃત્‍યુ થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
ધરમપુરના આવધા પ્રાથમિક શાળામાં આજે ગુરૂવારે હેલીકોપ્‍ટર દુર્ઘટનામાં દેશના સી.ડી.એસ. બિપિન રાવત સહિત 13ના કરુણ મોતની કરુણાંતિકા અંતર્ગત શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
બુધવારનો દિવસ દેશ માટે કાળો શોકનો દિવસ રહ્યો હતો. દિલ્‍હીથી તામિલનાડુ એમ-17 હેલીકોપ્‍ટરમાં જવા નિકળેલા ચીફ ઓફ ડિફેન્‍સ બિપિન રાવત અને ધર્મપત્‍ની અને હવાઈ દળના અધિકારીઓનું હેલીકોપ્‍ટર ક્રેશ થતા 13ના કરુણ મોત નિપજ્‍યા હતા.
આ દુર્ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત-આઘાતમાં દેશ ગરકાવ થઈ ગયો હતો. આજે ગુરૂવારે ધરમપુર-આવધા પ્રાથમિક શાળામાં આચાર્યા પાયલબેન પટેલના નેતૃત્ત્વમાં શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિફેન્‍સની જાણકારી અને સ્‍વ.બિપિન રાવત અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવીહતી.

Related posts

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

Leave a Comment