June 30, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

તમામ 120 ખેલાડીઓમાં ખેલ ભાવના જોવા મળી હતી – હરેશ્વરસ્‍વામી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દાનહની ધરતી પર સંયુક્‍ત આયોજક દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપના શ્રી નૈમિષ પટેલ અને રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીના પ્રમુખ શ્રી સ્‍નેહલ દેસાઈના પ્રયાસોથી આજે સાંજે 10 મહિલા ક્રિકેટ ટીમનું વિધિવત સમાપન થયું હતું, જેમાં મુખ્‍ય મહેમાન દાનહના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી ઉપસ્‍થિત રહ્યા હતા.
આ મેચમાં તમામ 10 ટીમોની મહિલા ક્રિકેટ ટીમ, મહિલા પોલીસ-11, પેરામેડિકલ-11, નર્સિંગ કોલેજ, એસએસઆર-11, એપીજે-11, ક્‍વીન-11, દેવકીબા-11, ક્‍વીન-11, દમણ કેપિટલ-11, ફાધર એગ્નેલો -11 મુખ્‍યત્‍વે આ સ્‍પર્ધામાં ભાગ લઈને પોતાની પ્રતિભા બતાવી હતી. ફાઇનલમાં ફાધર એગ્નેલોની સામે દમણ કેપિટલે 10 ઓવરમાં 112 રનનો ટાર્ગેટ આપ્‍યો હતો, પરંતુ ફાધર એગ્નેલો-11 10 ઓવરમાં 58 રન જ બનાવી શકી હતી, જેથીં દમણ કેપિટલ વિજેતા ટીમ બની હતી, જેમાં વિજેતા ટીમ 11000ની રોકડ રકમ સહિત અલ્‍પાઈન એલઈડી ઉપરાંત રનર્સ અપ ટીમને સન્‍માન સ્‍વરૂપ રોકડ રકમ રૂા.પ000 રોટરી કલબના સભ્‍ય શ્રી મિલનભાઈ પટેલે આપ્‍યા હતા.
112 રન સમગ્ર સ્‍પર્ધામાં સૌથી વધુ રન હતા, ત્‍યારબાદ ક્‍વિન-11એ 68 રન બનાવ્‍યા હતા.આ સ્‍પર્ધામાં તમામ ટીમોને વુમન ઓફ ધ મેચ અને બેકર્સ એન્‍ડ મોર દ્વારા કેકઆપવામાં આવી હતી. સાથે સાથે ફાઈનલ મેચના વીમેન ઓફ ધ મેચ સર્વશ્રેષ્‍ઠ બેટસમેન 80 રન માટે દમણ કેપિટલ ટીમની ખેલાડી પિંકી દરજી, બેસ્‍ટ બોલર ઋષિકા પટેલ અને સર્વશ્રેષ્‍ઠ કેચ માટે મનાલી અડાકર રહ્યા હતા. બેસ્‍ટ ફિલ્‍ડીંગ માટે મિલી પટેલ અને મહિલા ક્રિકેટ સિરીઝ ફાધર એગ્નેલો-11ની અવંતિકા પટેલે પોતાનું નામ નોંધાવ્‍યું હતું. જે માટેં તેણીને 32ઈંચનું સ્‍માર્ટ એલઈડી ટીવીની ભેટ આપવામાં આવી હતી.
બિભૂતિ ટ્રાવેલ્‍સ દ્વારા તમામ ટ્રોફી આપવામાં આવી હતી અને યાસ્‍મીન બાબુલ દ્વારા તમામ સ્‍પર્ધકોને યાદગાર ભેટ તરીકે મેડલ પણ અર્પણ કરવામાં આવ્‍યા હતા, સાથે અંજના દેસાઈએ મહિલા સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવા બદલ તમામ સહાયક ટીમનો આભાર માન્‍યો હતો.
સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ 10 મહિલા ક્રિકેટરોની ટીમના કેપ્‍ટનને મેનસ્‍ટોલ કપ એમી પોલિમર દ્વારા ભેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, જેનું સંચાલન રોટરી ક્‍લબના શ્રી અજીતભાઈ, દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપના શ્રી તોહલ કિન્‍યારા અને સ્‍વરૂપા શાહ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
અંતમાં પોલીસ અધિકક્ષ શ્રી હરેશ્વર સ્‍વામીએ પોતાના સંબોધનમાં આયોજક ટીમ દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ અને રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી તેમજ સહયોગી ટીમનો આભાર માન્‍યો હતો અને તમામ મહિલાખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા અને જણાવ્‍યું હતું કે આ મહિલા સ્‍પર્ધાના આકર્ષણનું કેન્‍દ્ર છે. તેમજ ક્રિકેટ મેચમાં ખેલદીલીની ભાવના જોવા મળી હતી. જેમાં હારેલી ટીમે સૌથી વધુ ડાન્‍સ કરીને ખૂબ જ મનોરંજન કર્યું હતું અને તમામ 120 ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા અને વિશાળ જનમેદનીના સમર્થન બદલ અને મહિલા ક્રિકેટ ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા માટે, દાનહની જનતાનો આભાર માન્‍યો હતો અને વધુમાં આયોજકોનો પણ આભાર માન્‍યો હતો. અને ભવિષ્‍યમાં પણ આજ પ્રકારનું આયોજન કરવામાં આવશેની આશા વ્‍યક્‍ત કરવામાં આવી હતી.
આ સફળ કાર્યક્રમમાં દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ ટીમ અને રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીએ સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો.

Related posts

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

Leave a Comment