September 12, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

સ્‍થળ ઉપર પોલીસને કઈ મળ્‍યું નહી વર્ષોથી પ્રત્‍યેક રવિવારે માત્ર પાર્થના સભા યોજાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વલસાડ પોલીસને આજે રવિવારે માહિતી મળી હતી કે રેલ્‍વે સ્‍કૂલ પાસે રેલ્‍વે કોલોનીમાં ધર્માન્‍તરની પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરી તો માત્ર પ્રાર્થના સભા યોજાયેલી હતી. કોલોનીમાં પોલીસ કાફલો જોતા લોકોમાં ભારે કુતુહલ સર્જાવા પામ્‍યું હતું.
વલસાડ પોલીસને આજે માહિતી મળી હતી કે રેલ્‍વે સ્‍કુલ પાસે રેલ્‍વે કોલોનીમાં ધર્માન્‍તરની પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસ ઘટના સ્‍થળે ધસી ગઈ હતી. તપાસ કરી તો રેલ્‍વે કવાર્ટસ ઈ-366માં રહેતા ઉમાશંકર બાબુભાઈ વર્માના ઘરે પ્રાર્થના સભા ચાલતી હતી. છેલ્લા ર0 વર્ષથી પ્રત્‍યેક રવિવારે પ્રાર્થના સભા યોજાય છે. સભામાં 27 મહિલા અને 13 પુરુષો હાજર રહતા. તેમના નિવેદન નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જો કે સવાર સવારમાં રેલ્‍વે કોલોનીમાં પોલીસ કાફલાને નિહાળતા કૂતુહલ વશ ઘણા લોકો દોડી આવ્‍યા હતા.

Related posts

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment