October 15, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી

મુખ્‍ય આરોપી કથિત સીમા નામની યુવતિને પોલીસ શોધી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વાપીમાં મોબાઈલ દ્વારા વાતચિત કરીને યુવકને પ્રેમજાળમાં ફસાવી એક યુવતિએ ફલેટમાં યુવક સાથે અંગત પળો માણી હતી, જેનો વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસે રૂા.5 લાખની માંગણી કરી હતી. યુવકે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે આખો હનીકાંડનો પર્દાફાશ કરી દીધો છે. જેમાં યુવતીનો સાગરીત લલીત સોની જ્‍વેલર્સની પોલીસે ધરપકડ કરી છે. જ્‍યારે કથિત સીમા નામની મુખ્‍ય સુત્રધાર યુવતિને પોલીસ શોધી રહી છે.
વાપીમાં કન્‍સ્‍ટ્રકશન વ્‍યવસાય સાથે સંકળાયેલ યુવકના મોબાઈલ ઉપર રીંગ કરીને ધીરે ધીરે પ્રેમજાળમાં સીમા નામ જણાવેલ યુવતીએ યુવકને લપટાવ્‍યો હતો. એક દિવસ હાઈવે જલારામ બિલ્‍ડીંગ પાસે આવેલ એક એપાર્ટમેન્‍ટમાં યુવકને બોલાવી તેની સાથે શરિર સુખ માણતી અંગત પળોનો વિડીયો બનાવી લીધો હતો અને વાયરલ કરવાની ધમકી આપી સીમાએ રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.તેથી યુવકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતાની નોંધ લઈ એક જ દિવસમાં વાપી જ્‍વેલર્સ લલીત સોનીની ધરપકડ કરી લીધી હતી. સિમા અને લલીતએ હનીકાંડનું ષડયંત્ર રચ્‍યું હતું. પોલીસ સીમાને શોધી રહી છે. લલીતના રિમાન્‍ડમાં બીજી સ્‍ફોટક વાતો બહાર આવે તો નવાઈ નહીં.

Related posts

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

‘ફિટ ઇન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 9 જાન્‍યુઆરી, 2025ના ગુરૂવારે આંતર શાળા તારપા નૃત્‍ય સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment