Vartman Pravah
Breaking Newsસેલવાસ

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

દાનહના ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટર અને અધિકારીઓની ટીમે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં કરેલી કાર્યવાહી: સંઘપ્રદેશના કેમીસ્‍ટોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના આરોગ્‍ય નિયામક ડૉ.વી.કે.દાસના નેતૃત્‍વમાં આજે દાનહ સ્‍થિત મસાટ ગામમાં એક દવાની દુકાનમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. જેમાં આરોગ્‍ય નિયામક, ડ્રગ ઇન્‍સ્‍પેક્‍ટર અને આરોગ્‍ય વિભાગના અન્‍ય અધિકારીઓ હાજર હતા. દાવો કરવામાં આવ્‍યો હતો કે દુકાન અંગે કેટલીક ફરિયાદો મળી હતી, જેના કારણે આ ઓચિંતો દરોડો પાડવામાં આવ્‍યો હતો અને દુકાનમાં રહેલી તમામ દવાઓ અને અન્‍ય સામગ્રીની તપાસ કરવામાં આવી હતી તેમજ દુકાનની દવાઓના વેચાણને લગતા દસ્‍તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના આરોગ્‍ય નિયામક ડૉ.વી.કે.દાસે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, તેમને ફરિયાદ મળી હતી કે, દાનહના મસાટ ગામમાં દવાની દુકાન આવેલી છે જ્‍યાંથી દર્દી દવા ખરીદતો અને તેનું સેવન કર્યા બાદ તેની તબિયત બગડતી હતી અને તેને હોસ્‍પિટલમાં દાખલ કરવો પડ્‍યો હતો. જ્‍યારે આરોગ્‍ય નિયામકદ્વારા દર્દીના સગા-સંબંધીની પૂછપરછ કરવામાં આવી ત્‍યારે તેમને જણાવવામાં આવ્‍યું હતું કે એવી એક દુકાન છે કે જેમાં ડૉક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દર્દીને દવા આપવામા આવી હતી અને સૌથી મોટી વાત તો એ છે કે દવાના દુકાનદારે દર્દીને જે દવા આપેલી હતી તે દવા ઉપર પ્રતિબંધ મુકાયેલો હતો.
આ માહિતીના આધારે તાત્‍કાલિક કાર્યવાહી કરીને આરોગ્‍ય નિયામકની આગેવાની હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી ગીરીશ વાઘેલા, ડો. સુનિલ ઝાંગીડ, ફાર્માસિસ્‍ટ અને અન્‍ય આરોગ્‍ય અધિકારીઓ હતા અને તાત્‍કાલિક દરોડા પાડવામાં આવ્‍યા હતા.
દુકાનમાં તપાસ કરવામાં કર્યા બાદ અને દુકાન માલિકના નિવેદન નોંધ્‍યા બાદ અધિકારીઓની દેખરેખ હેઠળ દુકાનને સીલ કરી દેવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવા ડ્રગ ઈન્‍સપેક્‍ટરને સૂચના આપવામાં આવી હતી.
આરોગ્‍ય નિયામકે કડક ચેતવણી આપતા તમામ દવાના વેપારીઓને સાવચેત કર્યા હતા કે જો કોઇપણ દવાની દુકાનમાં પ્રતિબંધિત દવાની ખરીદી કે વેચાણનો કોઈ કિસ્‍સો હોય અને ડોક્‍ટરના પ્રિસ્‍ક્રીપ્‍શન વિના ભારી દવા કોઈને પણ વેચવામાં આવતી હોય અને જેની ફરિયાદ આરોગ્‍ય વિભાગ પાસે આવશે તો તેને બક્ષવામાં આવશે નહી અને તેની ઉપર કડકમાં કડકકાર્યવાહી કરવામાં આવશે લોકોના વિશ્વાસ સાથે અવિશ્વાસ કરી તેના આરોગ્‍ય સાથે રમત રમશો તો આરોગ્‍ય વિભાગની કડકમાં કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

Related posts

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment