June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

નવસારીઃતા.18 નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં આવેલા ચંદન તળાવ અંદાજીત રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિજલપોર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે. ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારીના નગરજનોને ખૂબ જ લાભ થશે. પાણીની સમસ્યાને પહોંચી વળવા રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. નવસારી જિલ્લામાં ટુંક સમયમાં કાકરાપાર ડેમમાંથી પાણી મળી રહેશે. આ ઉપરાંત દમણગંગાનું પાણી પણ નવસારી જિલ્લાને મળશે. પીવાનું શુધ્ધ પાણી લોકોને મળી રહે તે માટે રાજય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. રાજય સરકાર દ્વારાઆંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરી રહયો છે.

આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં હવે પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ થશે. હવે લોકોને ઘરે ઘરે પીવાના પાણી મળી રહેશે. આવનારા દિવસોમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો હાથ ધરાશે.

નવસારી ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશ શાહે મહેમાનોને આવકાર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શ્રી જીગ્નેશભાઇ, શ્રી અશ્વિનભાઇ, શ્રી રણજીતભાઇ સહિત, નવસારી-વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ/પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપિસ્થત રહયા હતાં.

Related posts

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

Leave a Comment