September 2, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં બે જુથ વચ્‍ચે જુની અદાવતને લઇ થયેલ ગેંગવોર બાદ પોલીસે દાખલ કર્યો ક્રોસ કેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીમા કેટલાક વર્ષોથી બે જુથ સક્રિય થયા છે જેઓ દ્વારા વારંવાર મારપીટની ઘટના સામે આવી રહી છે. જુની અદાવતને લઇ ફરી એક વખત આ જુથ વચ્‍ચે મારપીટની ઘટના પાર્કસીટી સેલવાસ નજીક જોવા મળી હતી. જ્‍યાં યુવાઓના બે જુથ એકબીજા પર તુટી પડયા અને મારપીટ કરી એકબીજાને ઘાયલ કરી દીધા હતા.
પોલીસે આ બન્ને જુથ વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી છે જેમાં કરણ રાજકુમાર નામના વ્‍યક્‍તિ દ્વારા નોંધાવેલ ફરિયાદમા આનંદ રમેશ પટેલ, ફુલચંદ, શુભમ અને નીતિન તેઓ પર રાત્રે હુમલો કરવામા આવ્‍યો હતો અને મારપીટ કરવામા આવી હતી.
પોલીસે દરેક આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ધારા 341,323,325 મુજબ ગુનો નોંધ્‍યો હતો તો બીજી તરફ આનંદ રમેશ પટેલે નોંધાવેલ ફરિયાદમાં કૌશલ આચાર્ય, કરણ રાજકુમાર, હિતેશ મોરે, કલ્‍પેશ પટેલ અને વિજય નામનાવ્‍યક્‍તિઓને આરોપી બનાવવામા આવ્‍યા છે તેઓ વિરુદ્ધ આઇપીસી 143,147,148,149,341,323 અને 427મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં કેટલાક લોકો હાલમાં હોસ્‍પીટલમાં સારવાર હેઠળ છે તો કેટલાક લોકો ફરાર છે. સેલવાસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના કાયદા અને ન્‍યાય વિભાગ દ્વારા ફોજદારી બાબતોમાં તપાસ પ્રક્રિયાને લગતા સંબંધિત પાસાઓના સંદર્ભમાં યોજાઈ પ્રથમ સફળ કાર્યશાળા

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

Leave a Comment